વિમાનમાં કે એરપોર્ટ પર ધમાલ મચાવનાર યાત્રી પર લાગશે પ્રતિબંધ

New Update
વિમાનમાં કે એરપોર્ટ પર ધમાલ મચાવનાર યાત્રી પર લાગશે પ્રતિબંધ

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે એરપોર્ટ કે વિમાનમાં ધાંધલ મચાવનાર પ્રવાસીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. અને આવા યાત્રીઓ સામે બે વર્ષ સુધી પ્રતિબંધ લગાવવામાં પણ આવી શકે છે.

કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ મિડીયાને જણાવ્યુ હતુ કે હવાઈ મુસાફરી દરમિયાન યાત્રીઓની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

વધુમાં વિમાનમાં કે એરપોર્ટ પર ધમાલ મચાવનાર સામે ત્રણ સ્તરમાં વિભાજીત કરવામાં આવેલ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

જેમાં પ્રથમ મૌખિક રીતથી અભદ્ર વર્તન કરનાર પર ત્રણ મહિના સુધી પ્રતિબંધ લગાવવામાં આવશે. જ્યારે બીજા સ્ટેજમાં શારીરિક રીતે ખરાબ વર્તન કરનાર પર છ મહિના અને ત્રીજા સ્તરમાં યાત્રી દ્વારા મારી નાખવાની ધાકધમકી, બબાલ ફ્લાઈટને અડચણ રૂપ બને તેવા યાત્રીઓ સામે બે વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

Latest Stories