Connect Gujarat
Featured

વિરાટ કોહલી પાછળ છોડી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સ્ટીવ સ્મિથ નંબર 1 બેટ્સમેન બન્યો

વિરાટ કોહલી પાછળ છોડી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સ્ટીવ સ્મિથ નંબર 1 બેટ્સમેન બન્યો
X

ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ વિરાટ કોહલીને પાછળ છોડીને વર્લ્ડ નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. 906 પોઈન્ટ્સ સાથે વિરાટ કોહલી બીજા સ્થાને છે. જ્યારે સ્મિથના 911 પોઈન્ટ્સ છે. કોહલી સિવાય અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા અને મયંક અગ્રવાલ ટોપ-10માં સ્થાન ધરાવે છે. તેઓ અનુક્રમે 760, 757 અને 727 પોઈન્ટ્સ સાથે આઠમા, નવમા અને દસમા સ્થાને છે. કિવિઝ કપ્તાન કેન વિલિયમ્સને બેસીન રિઝર્વમાં 89 રનની ઇનિંગ્સ રમી હતી અને તે 853 પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે.

ઇન્ડિયન ફાસ્ટર્સ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ

શમી પ્રથમ ટેસ્ટ બાદ ટોપ-10 બોલર્સ રેન્કિંગમાંથી બહાર થઇ ગયા છે. રવિચંદ્રન અશ્વિન 765 પોઈન્ટ્સ સાથે વર્લ્ડ

નંબર 9 બોલર છે. બુમરાહ 756 પોઈન્ટ્સ સાથે 11મા અને શમી 748 પોઈન્ટ્સ સાથે 15મા ક્રમે છે.

Next Story