વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ની રિલીઝ તારીખને બદલ્યા બાદ આજે વિવેક ઓબેરોયે ફિલ્મનું એક નવું પોસ્ટર શેર કર્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ ફિલ્મને હજી સુધી સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ પણ નહતું મળ્યું. અગાઉ આ ફિલ્મ લોકસભા ચૂંટણી પહેલા ૫ એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ કેટલાક કારણોસર ફિલ્મની રિલીઝ ડેટ આગળ કરવામાં આવી હતી.

વિવેક ઓબરોય સ્ટારર ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ હવે ૧૧ એપ્રિલે રિલીઝ થશે. વિવેક ઓબેરોયે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરીને લખ્યું કે, ‘બધાના આશીર્વાદ, પ્રેમ અને મદદ માટે ખૂબ ખૂબ આભાર. ભારતની ન્યાય વ્યવસ્થાનો પણ આભાર. અમને આશા છે કે તેમને આ ફિલ્મ ગમશે જ.’

વિવેકના આ ટ્વીટ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ફિલ્મની રિલીઝને મંજૂરી મળી ગઈ છે. આ નવા પોસ્ટરમાં એક ટેગલાઈન લખી છે – ‘દેશભક્તિ જ આ ચોકીદારની શક્તિ છે.’ ફિલ્મના ડાયરેક્ટર ઓમંગ કુમાર છે અને સુરેશ ઓબેરોય, સંદીપ સિંહ અને આનંદ પંડિતે પ્રોડ્યૂસ કરી છે.

LEAVE A REPLY