Connect Gujarat
ગુજરાત

વુમન પાવર લીફિટંગમાં રાજયમાં પ્રથમ ક્રમ મેળવી સ્ટ્રોંગેસ્ટ વુમનનો ખિતાબ મેળવતી વલસાડની જાગૃતિ

વુમન પાવર લીફિટંગમાં રાજયમાં પ્રથમ ક્રમ મેળવી સ્ટ્રોંગેસ્ટ વુમનનો ખિતાબ મેળવતી વલસાડની જાગૃતિ
X

વલસાડ શહેરના તિથલરોડ, આંબેકડરનગર

ખાતે રહેતી જાગૃતિ મલય સોલંકીએ નેશનલ પાવર લીફિટંગ ફેડરેશન ગુજરાત સ્ટેટ લેવલ વુમન

પાવર લીફિટંગ ચેમ્પિયનશીપ-૨૦૧૯માં પ્રથમ ક્રમ મેળવી વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું

છે. આ સિદ્ધિની સાથે સાથે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા નેશનલ પાવર લીફિટંગ માટે

જાગૃતિ સોલંકી પસંદગી પામી છે.

જાગૃતિ સોલંકીએ એમ.સી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. છેલ્લા પાંચેક વર્ષથી આ

ક્ષેત્રમાં રસ દાખવતા તેમના પતિ મલયભાઇએ પ્રોત્સાહન પુરૂ પાડયું હતું. જાગૃતિ

નિવૃત્ત ડેપ્યુટી કલેકટર ડી.એમ.સોલંકીના પુત્રવધુ છે. આજના રૂઢિચુસ્ત સમાજ વચ્ચે

પણ ડી.એમ. સોલંકીએ પોતાની વહુને આગળ વધવા અવકાશ પૂરો પાડી પ્રોત્સાહિત કરી હતી, જે સમાજ માટે દાખલારૂપ કહી શકાય.

જાગૃતિ સોલંકી સાઉથ ગુજરાત લેવલે યોજાયેલી વુમન પાવર લીફટીંગમાં પ્રથમ આવી

સુરત ખાતે યોજાયેલી ૬૦ કિ.ગ્રા. કક્ષામાં સ્કાઉટ -૯૦ કિ.ગ્રા, બેîચપ્રેસ-૫૦ કિ.ગ્રા અને ડેડલિફટ ૯૭.૫ કિ.ગ્રા મળી ૨૩૭.૫ કિ.ગ્રા વજન ઉંચકી

રાજયકક્ષાએ ચેમ્પિયન બની પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ ચેમ્પિયનશીપનો ખિતાબ ઇન્ટરનેશનલ

પાવર લીફટર જગદીશ રંગરેજના હસ્તે મેળવ્યો હતો.

આ સિદ્ધિઓને કારણે જાગૃતિની નેશનલ લેવલે પસંદગી કરવામાં આવી છે. જ્યાં નેશનલ

સ્પોર્ટસ ફેડરેશન વિનામૂલ્યે તાલીમ પૂરી પાડશે. આ ઉપરાંત જાગૃતિએ પર્સનલ ટ્રેનર હેલ્થ પ્રોફેશનલનું સર્ટિફિકેટ પણ પ્રા કર્યું છે. આમ, જાગૃતિની

આ સિધ્ધિઓએ વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Next Story
Share it