Connect Gujarat

વેન્ટિલેટર અને મેડિકલના સાધનો ખરીદવા નવસારી અને સુરત કલેક્ટરને ગ્રાન્ટ ફાળવતા સાંસદ

વેન્ટિલેટર અને મેડિકલના સાધનો ખરીદવા નવસારી અને સુરત કલેક્ટરને ગ્રાન્ટ ફાળવતા સાંસદ
X

સાંસદ સી.આર.પાટીલે કોરોના સામે લડવા વેન્ટીલેટર અને મેડિકલ સાધનો માટે સુરત કલેક્ટરને રૂપિયા ૧ કરોડ અને નવસારી કલેક્ટરને રૂપિયા ૫૦ લાખની ગ્રાંટ ફાળવી

દુનિયાભરમાં

દહેશત ફેલાવનાર કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કર્યો છે. વડાપ્રધાન

નરેન્દ્રભાઇ મોદીની આગમચેતીને કારણે ભારત હજીપણ સલામત રહ્યું છે. સુરત

શહેરમાં કોરોનાનાં પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે દર્દીઓને ઝડપથી સારવાર મળી

શકે, વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સાધનોની અછત

ન સર્જાય એ માટે ૨૫ નવસારી લોકસભાનાં સાંસદ

સી.આર.પાટીલ દ્વારા સુરત કલેક્ટરને રૂપિયા ૧ કરોડ અને નવસારી કલેક્ટરને

રૂપિયા ૫૦ લાખની ગ્રાંટ ફાળવી આપવામાં આવી છે.

આ ગ્રાંટનો

ઉપયોગ કોરોના વાયરસ સામે લડવા માટેનાં મેડિકલ સાધનો અને વેન્ટીલેટર ખરીદવા માટે

કલેક્ટર જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરે એવું સાંસદ સી.આર.પાટીલ દ્વારા જણાવાયું છે. વેન્ટીલેટર

અને અન્ય મેડિકલ સાધનો જો પૂરતા પ્રમાણમાં હશે તો કોરોના વાયરસ સામે સરળતાથી લડી

શકાશે, સુરત અને દક્ષિણ ગુજરાતનાં કોરોનાનાં

દર્દીઓને તાત્કાલિક સારવાર પણ આપી શકાશે. સાંસદ

સી.આર.પાટીલ દ્વારા ફાળવવામાં આવેલી આ ગ્રાંટને કારણે સુરત અને દક્ષિણ

ગુજરાતમાં કોરોનાનાં દર્દીઓ ઝડપથી સારા થઇ શકશે.

Next Story
Share it