Top
Connect Gujarat

વોટ્સએપની હિસ્ટ્રી ડિલિટ થતાં પરેશાન છો? જાણો કેવી રીતે થશે રિકવરી

વોટ્સએપની હિસ્ટ્રી ડિલિટ થતાં પરેશાન છો? જાણો કેવી રીતે થશે રિકવરી
X

સાત દિવસ પહેલાંના ડિલીટ થયેલા ડેટા પરત મેળવવા માટેનાં સાત સ્ટેપ્સ

આજની યુવાપેઢી સોશિયલ મીડિયા ઉપર સતત અપડેટ રહેવા માંગે છે. વર્તમાન સમયમાં લોકોને સતત અપડેટ રાખતું વોટ્સએપ જાણે જરૂરિયાત બની ગયું છે. તેમાં કેટલાંક મહત્વનાં મેસેજ, ફોટો અને વીડિયો શેર કરવાં આવે છે. કેટલીક વખત ઉતવળમાં ભૂલથી ચેટ ડિલીટ થવાનો ડર પણ તેમાં રહેલો છે. આવ સમયે તમારા કેટલાંક મહત્વનાં ડેટા ડિલીટ થઈ જતાં મૂંઝવણ અનુભાતી હોય છે.

જોકે ડિલીટ થયેલા ડેટાને રિકવર કરવાનો પણ રસ્તો છે. જો તમને પણ મહત્વનો ડેટા ડિલીય થવાની ચિંતા હોય તો તેનાથી ગભરાવાની જરૂર નથી. આજે અહીં અમે તમને વોટ્સએપની ભૂલથી ડિલીટ થયેલી 7 દિવસથી જૂની ચેટ હિસ્ટ્રી રિકવર કરવાની ટેક્નિક જણાવી રહ્યા છીએ.

તમે પોતાનું વોટ્સએપ એકાઉન્ટ બનાવો છો ત્યારે વોટ્સએપ તેમાં પોતાના કેટલાંક સેટિંગ બાય ડિફોલ્ટ રાખે છે. તેમાં એક ચોક્કસ સમય પછી ઓટોમેટિકલી ડેટા હિસ્ટ્રીમાં સેવ થતો રહે છે. જો તમે વોટ્સએપ અનઇન્સ્ટોલ કરશો અને ફરીથી ઇનસ્ટોલ કરશો ત્યારે તમને 'Restore Your Message History' એવું પૂછવામાં આવે છે. જો તમે જૂના ચેટને રિસ્ટોર કરવા ઇચ્છો તો તેના પર ક્લિક કરીને સાત દિવસ સુધીની ચેટ હિસ્ટ્રી રિસ્ટોર કરી શકો છો. પરંતુ જો તમારે સાત દિવસ કરતાં પહેલાની ચેટ રિકવર કરવી હોય તો નીચેના સ્ટેપ ફોલો કરી ડેટા પાછો મળવી શકો છે.

1) સૌથી પહેલા તમારા વોટ્સએપનું બેકઅપ ઇન્ટરનલ મેમરી અથવા માઇક્રોએસડી કાર્ડમાં રાખવું પડશે. તેજ ડેટા રિકવરીની ટ્રિક કામ કરશે. જો તમારા મેસેજ ગૂગલ ડ્રાઇવ પર બેકઅપ બનાવી રહ્યું હોય યો તે કનેક્શન હટાવી દેવું પડશે.

2) હવે માઇક્રોએસડી કાર્ડને મોબાઇલમાંથી કાઢીને કાર્ડ રીડરમાં લગાવી દો.

3) બાદમાં કોઈપણ કમ્પ્યુટરમાં માઇક્રોએસડી કાર્ડને ઓપન કરી તેમાં વોટ્સએપનું ફોલ્ડર ઓપન કરી ડેટાબેઝમાં જાઓ. /sdcard/WhatsApp/Database

4) આ ફોલ્ડરમાં તમને ઘણી ફાઇલ્સ જેવા મળશે. હવે 'msgstore.db.crypt' સર્ચ કરો અને ફરીથી'msgstore.db.cryptold' નામથી રિનેમ કરો.

5) હવે તારીખ કે મહિના પ્રમાણે તે ફાઇલને સિલેક્ટ કરો જેનું બેકઅપ તમારે જોઇએ છે.

6) તેને ફરીથી 'msgstore.db.crypt' નામથી રીનેમ કરી દો.

7) ત્યારબાદ એસડી કાર્ડને મોબાઇલમાં ઇન્સર્ટ કરો અને વોટ્સએપને અનઇન્સ્ટોલ કરી ફરીથી ઇન્સ્ટોલ કરો. આમ કરીને તમે 7 દિવસ કે તેથી પહેલાની ચેટિંગ હિસ્ટ્રી પણ રિકવર કરી શકો છો.

Next Story
Share it