Connect Gujarat
ગુજરાત

વ્યારા ખાતે વિશ્વ વસતિ દિવસની ઉજવણી કરાઇ

વ્યારા ખાતે વિશ્વ વસતિ દિવસની ઉજવણી કરાઇ
X

તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ૧૧મી, જુલાઇ વિશ્વ વસતિ દિવસના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો કરી વસતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદભાઇ પટેલ તરફથી મળતી વિગતો અનુસાર તા. ૧૧મી, જુલાઇ વિશ્વ વસતિ દિનના ઉપલક્ષમાં વ્યારા ખાતે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ વસ્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ વસતિ દિનના ઉપલક્ષમાં સવારે ૦૯:૦૦ કલાકે સયાજી ગ્રાઉન્ડ ખાતેથી નિકળેલી રેલીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હર્ષદભાઇ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી રાજેન્દ્રભાઇ રંગુનવાલાએ લીલી જંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. કુંટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી,માતા અને બાળકના સ્વાસ્થ્યની પુરી તૈયારી, નાનું કુંટુંબ સુખી કુંટુંબ, દિકરી છે અણમોલ એને આપો શિક્ષણ,આરોગ્ય અને ભરપુર પ્રેમ જેવા સૂત્રો સાથે રેલી વ્યારા નગરમાં ફરી જૂના બસ સ્ટેન્ડ થઇ સયાજી ગ્રાઉન્ડ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિતોને આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આર.સી.એચ.ઓ ડૉ. બિનેશ ગામીત, બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. મયંક ચૌધરી, આરોગ્ય વિભાગના અન્ય અધિકારી/કર્મચારી, આશા વર્કર બહેનો, નર્સિંગ કોલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી જણાવાયું છે.

Next Story