શામળાજીમાં જન્માષ્ટમીની તૈયારીઓ કરાઇ શરૂ

66

કૃષ્ણજન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના શામળાજીમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, તો સુરક્ષાના ભાગરૂપે પોલિસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે.

જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી થવાની છે ત્યારે ગુજરાતના ત્રણ મુખ્ય મંદિર દ્વારકા, ડોકાર અને શામળાજી મંદિરમાં પણ કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી થવાની છે, ત્યારે અરવલ્લી જિલ્લાની ગિરીમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના જન્મોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલ શામળાજી મંદિર ખૂબ જ પ્રાચિન અને ગદાધાર શ્રીકૃષ્મની પ્રતિમા ધરાવતું એકમાત્ર ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે, જ્યાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ મનાવાય છે, ત્યારે આ વખતે ખાસ ડાયરા, ગરબા તેમજ રાત્રે કૃષ્ણ જન્મોત્સવ માનાવાશે, મંદિર પરિસરમાં અત્યારથી જ તૈયારીઓ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ છે. પાર્કિંસ સહિત દર્શનાર્થીઓને કોઇ જ હાલાકી ન પડે તે હેતુથી મંદિર દ્વારા મંદિરને શણગારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા સુરક્ષાના ભાગરૂપે પોલિસ જવાનો તૈનાતા કરાયા છે, એટલું જ નહીં એસ.આર.પીના જવાનોની માંગ પણ કરવામાં આવી છે.

LEAVE A REPLY