Top
Connect Gujarat

શામળાજી : વાંદીયોલમાંથી પસાર થતી મેશ્વો નદી પર પુલ બનાવવા ૮ ગામના લોકોની રામધૂન

શામળાજી : વાંદીયોલમાંથી પસાર થતી મેશ્વો નદી પર પુલ બનાવવા ૮ ગામના લોકોની રામધૂન
X

અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલ વાંદીયોલ ગામેથી પસાર થતી મેશ્વો નદી પર પુલ બનાવવા ગ્રામજનોએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. વાંદિયોલ નજીકના લગભગ આઠ જેટલા ગામનો તમામ વ્યવહાર વાંદિયલ ગામેથી થાય છે, ત્યારે ચોમાસામાં મેશ્વો ડેમમાં પાણી ઓવર ફ્લો થતાં આ તમામ ગામ સંપર્ક વિહોણા બની જાય છે.

ચોમાસા દરમિયાન પશુપાલકો વાંદિયોલ ગામે ડેરીમાં દૂધ ભરાવા નથી જઇ શકતાં તો વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી જાય છે. ચોમાસા દરમિયાન તમામ ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓ દસ કિલોમીટર ફરી ને જવું પડે છે. હવે ચોમાસુ નજીક છે ત્યારે રહીશોએ પુલ બનાવવા અનેક વખત તંત્ર માં રજુઆત કરી છે, પણ ગરીબ આદિવાસી લોકોની રજુઆત તંત્ર ધ્યાને લેતું ન હોવાથી ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો હતો. આઠ ગામ ના લોકો એ વાંદિયોલ ગામ પાસે આવેલ મેશ્વો નદી માં ઢોલ વગાડી યજ્ઞ કર્યો હતો, આ સાથે જ સમૂહ માં રામધૂન કરી તંત્રના કાન સુધી વાંત પહોંચાડવા અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં મેશ્વો નદી પરનો પુલ બનાવવામાં નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Next Story
Share it