શાળાના ચળકાટને જોઈને અંજાય જતા વાલીઓ ચેતજો ?

ભરૂચ માં CBSC શાળા ની માન્યતા પ્રાપ્ત હોવાનું જણાવીને બાળકોના ભવિષ્ય સાથે રમત રમતા સ્કૂલ સંચાલકો
ભરૂચ જિલ્લામાં શાળાઓનો રાફડો ફાટ્યો છે,અને દર વર્ષે નવી નવી શાળાઓ શરૂ થઇ રહી છે.પરંતુ દેખા દેખી કહો કે અન્ય કોઈ કારણ વાલીઓ પણ સ્કૂલના ચળકાટને જ મહત્વ આપીને બાળકોને અભ્યાસ માટે શાળામાં મોકલે છે,જોકે શિક્ષણને પણ ધંધો બનાવીને બેઠેલા શાળા સંચાલકો નો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે.
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની 5 ટીમો દ્વારા CBSC માન્યતા અંગે જીલ્લાની શાળાઓમાં તપાસ કરવામાં આવી હતી,જેમાં ભરૂચ જિલ્લાની 49 જેટલી CBSC શાળાઓમાં સર્ચ દરમિયાન ભરૂચ અને અંકલેશ્વર મળીને 8 જેટલી શાળાઓ વાલીઓને અંધારામાં રાખીને બાળકોના ભવિષ્ય સાથે રમત કરી રહી હોવાનું બહાર આવ્યુ હતુ.
ભરૂચ જિલ્લાના શિક્ષણાધિકારી નૈષધ મકવાણાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીત માં જણાવ્યુ હતુ કે જિલ્લા ની 49 શાળાઓમાં CBSC અભ્યાસ ક્રમ અંગેની માન્યતા માટે તપાસ કરવામાં આવી હતી,પરંતુ જેમાં 8 જેટલી શાળાઓ CBSC નો અભ્યાસ ક્રમ માન્યતા વગર ચાલી રહી હોવાનું બહાર આવતા આ ધંધાદારી શાળોને નોટિસ ફટકારીને જરૂરી કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.
તેઓએ વધુ વાત કરતા જણાવ્યુ હતુ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારની ચેકીંગ કરવામાં આવી રહી છે જેમાં ખોટા પુરવાર થનાર સ્કૂલ સંચાલકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થશે એટલુ જ નહિ પણ આ એક ગંભીર પ્રકારનો ગુનો છે જેથી સ્કૂલની માન્યતા પણ રદ થઇ શકે છે.