શા માટે લોકો કેમિકલવાળી બ્યુટી પ્રોડક્ટસથી નેચરલ બ્યુટી પ્રોડક્ટસ તરફ વળી રહ્યા છે?

ભારતમાં આયુર્વેદનો જન્મ થયો છે તેમ છતાં છેલ્લા કેટલાક દાયકાઓથી કેમિકલવાળા કોસ્મેટિક પ્રોડક્ટસનો ઉપયોગ વધ્યો હતો. પરંતુ લોકો આયુર્વેદીક સોંદર્ય પ્રસાધનો તરફ પાછા ફરી રહ્યા છે.
કેમિકલ ધરાવતા સોંદર્ય પ્રસાધનોના ઉપયોગથી લાંબા કે ટૂંકા ગાળે ઘણી સાઇડ ઇફેક્ટસ થતી હોય છે તેમજ તે ત્વચા અને શરીરના સ્વાસ્થય માટે પણ હાનિકારક છે.
જોકે, આયુર્વેદિક સોંદર્ય પ્રસાધનો ન ખરીદવાનું એક કારણ તેની કિંમત પણ છે. કેમિકલ ધરાવતા બ્યુટી પ્રોડક્ટસ કરતા આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટસ વધારે મોંઘા હોય છે.
પરંતુ જો કિંમત કરતા ક્વોલિટી પર ધ્યાન આપવામાં આવે તો આયુર્વેદિક પ્રોડક્ટસ વધુ સારી રહે છે. અને હવે મિડલ ક્લાસના લોકો પણ ક્વોલિટી માટે થોડો વધુ ખર્ચ કરતા થયા છે.
આયુર્વેદિક પ્રોડક્ટસની કિંમત વધારે હોવાનું કારણ તેનું મેન્યુફેક્ચરિંગ અને તેની સાચવણીને લગતા પ્રશ્નો પણ છે. જોકે, સમયની સાથે વધુ અદ્યતન ટેક્નોલોજીની મદદથી આયુર્વેદિક ક્ષેત્ર આ સમસ્યાઓને પાર કરવામાં ધીરે ધીરે સફળતા મેળવી રહ્યું છે.