શિક્ષણ વિનાનું બાળક એટલે પાંખ વિનાનું પંખી: મંત્રી ગણપત વસાવા

અગાસવાણ પ્રાથમિક શાળાનો શતાબ્દી
મહોત્સવ યોજાયો
વિદ્યાનું મંદિર શાળા એ તો ગામનું ઘરેણું છે. શિક્ષણ
વિના કોઈપણ સમાજનો વિકાસ શક્ય નથી. શિક્ષણ વિનાનું બાળક એટલે પાંખ વિનાનું પંખી
અને શિક્ષણ વગરનો માણસ પશુ સમાન છે. એમ આદિજાતી વિકાસ, વન, મહિલા અને બાળ
કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ આજે સોનગઢ તાલુકાના અગાસવાણ પ્રાથમિક શાળાના
શતાબ્દી મહોત્સવમાં પ્રેરક ઉદબોધન કરતા
જણાવ્યું હતુ.




વધુમાં જીવનમાં શિક્ષણનું ખુબ મહત્વ છે. શિક્ષણ માત્ર
નોકરી મેળવવાનું સાધન નથી પણ માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન
કરવાની જડીબુટી છે. તેમ જણાવી ઉમેર્યુ કે, વર્તમાન ઝડપી યુગમાં
દુનિયા સાથે કદમ મિલાવવા માટે શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી.વ્યહવારિક જીવનમાં
શિક્ષણનું મહત્વ સમજાવતા મંત્રીએ જણાવ્યું કે, આજે અત્યાધુનિક ખેતી,પશુપાલન સહિત અન્ય
ક્ષેત્રોમાં સફળ થવા માટે પણ શિક્ષણ ડગલે ને પગલે જરૂરી છે.
મંત્રી વસાવાએ જણાવ્યું કે, સરકાર આદિજાતિના શિક્ષણ પાછળ દર વર્ષે ૪૫૦ કરોડ રુપિયાનો ખર્ચ કરે છે.
રાજ્ય સરકારે અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં સિંચાઈ સુવિધાઓ વધારવા
માટે વિવિધ યોજનાઓ અંતર્ગત કરોડો રૂપિયાની ફાળવણી કરી રહી છે.
આદિજાતિઓના કલ્યાણ માટે વિશેષ કાળજી રાખીને
ગામે ગામ શિક્ષણ આરોગ્ય સહિત તમામ માળખાકિય સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરી છે તેમ જણાવી
આદિવાસી સમાજના વિકાસ માટે અમલી વિવિધ યોજનાઓની જાણકારી આપી લોકોને
જાગૃત બની તેનો લાભ લેવા
ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે શાળાની
પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ નિવૃત શિક્ષકોનું સન્માન
કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત શાળામાંથી સિક્ષણ મેળવી અન્ય વિભાગોમાં નોકરી કરતા
અને નિવૃત થયેલ કર્મચારીઓ મળે ૨૫૭ કર્મચારીઓનું સન્માન
કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે અધિક કલેક્ટર બી.બી.વહોનીયા, નાયબ વનસંરક્ષક આનંદકુમાર,પ્રાંત અધિકારી તુષાર જાની,યોજના સહ
તાલુકા વિકાસ અધિકારી આશાબેન વસાવા, તકેદારી અધિકારી એચ.એલ.ગામીત, પક્ષ પ્રમુખ જયરામભાઈ ગામીત, મહામંત્રી નીતીન મામા, પદાધિકારી-અધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ખુબ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનો
ઉપસ્થિત રહ્યા હતા.