વાગરા તાલુકાના દહેજ થી ઘોઘા વચ્ચે કાર્યરત રો રો ફેરી સર્વિસ તેની નિયમનકારી આવશ્યકતા અને પાલનને કારણે ૧૯ જૂનના રોજ બપોરે ૨ વાગ્યા થી લઈને  ૪ જુલાઈ ૨ વાગ્યા સુધી બંધ રાખવામાં આવનાર હોવાની સત્તાવાર માહિતી સાંપડી છે.

રોપેક્સ ફેરીની શિડયુલ જાળવણીને ધ્યાને લઈ સદર સેવા થોડા સમય પૂરતી થોભાવવામાં આવશે.જે પાંચમી જુલાઈ થી સંપૂર્ણ પણે રાબેતા મુજબ કાર્યરત થઈ જશે.અત્રે નોંધનીય છે કે સ્ટેટ ઓફ ધ આર્ટ રોપેક્સ ફેરી અને ફ્લોટિંગ પોનટુનને કારણે ભારતમાં પ્રથમ વખત રોરો ફેરી સર્વિસ ચોમાસામાં પણ ચાલુ રહેશે તેમ ડેટોક્સ ગ્રુપ સિ કનેક્ટ દ્વારા અખબારીયાદીમાં જણાવાયુ છે.

 

 

LEAVE A REPLY