Connect Gujarat
ગુજરાત

શિયાળામાં રાજયમાં જામશે મહોત્સવોની હારમાળા, લોકોને મળશે મનોરંજન

શિયાળામાં રાજયમાં જામશે મહોત્સવોની હારમાળા, લોકોને મળશે મનોરંજન
X

ગુજરાતની ઉત્સવ પ્રિય જનતા માટે એક સારા સમાચાર આવી

રહયાં છે. ડીસેમ્બર અને જાન્યુઆરીમાં શિયાળાની ખુશનુમા માહોલમાં રાજય સરકારે વિવિધ

મહોત્સવોનું આયોજન કર્યું છે.

ગુજરાત તેની સંસ્કૃતિ, લોકગીતો અને ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળો માટે વિશ્વભરમાં નામના ધરાવે છે. ગરવી ગુજરાતના ઇતિહાસને ધબકતો રાખવા રાજય સરકાર સઘન પ્રયાસો કરી રહી છે. જાણીતા સ્થળોને મહોત્સવ સાથે સાંકળીને પ્રવાસીઓને આર્કષવાની સાથે સ્થાનિક લોકોને રોજગારી પુરી પાડવાનો અભિગમ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપનાવ્યો છે. રાજયના પ્રવાસન તેમજ અન્ય વિભાગોના સહયોગથી લોકો મનોરંજનની સાથે ગુજરાતની ભવ્યતાને જાણી શકે તે માટે ડીસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વિવિધ મહોત્સવ યોજાશે. કચ્છના રણમાં રણ મહોત્સવનો પ્રારંભ થઇ ચુકયો છે જયારે પંચમહાલ જિલ્લાના તીર્થસ્થાન પાવાગઢ ખાતે 25મી ડીસેમ્બરથી પંચ મહોત્સવનો પ્રારંભ થશે. આ ઉપરાંત અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ, મોઢેરોમાં લોકનૃત્ય મહોત્સવ પણ પ્રવાસીઓ માટે આર્કષણનું કેન્દ્ર બનશે. પાવાગઢ ખાતે આયોજીત પંચ મહોત્સવમાં જાણીતી ગાયક ભુમિ ત્રિવેદી સહિતના કલાકારો તેમની કલાના ઓજસ પાથરશે.

ગુજરાતમાં આયોજીત થયેલા મહત્વના ઉત્સવો

  • કચ્છના ઘોરડોમાં રણ મહોત્સવ : 1 ડીસેમ્બરથી 20 ફેબ્રુઆરી
  • પાવાાગઢ ખાતે પંચ મહોત્સવ :

    25 ડીસેમ્બરથી 14 જાન્યુઆરી

  • અમદાવાદમાં પતંગ મહોત્સવ : 6 થી 14 જાન્યુઆરી
  • મહેસાણાના મોઢેરામાં નૃત્ય મહોત્સવ : 19 થી 21 જાન્યુઆરી

Next Story
Share it