Top
Connect Gujarat

શું દીપડાને પાંજરે પુરવાથી આવી જાય છે કાયમી નિવારણ ?

શું દીપડાને પાંજરે પુરવાથી આવી જાય છે કાયમી નિવારણ ?
X

દક્ષિણ ગુજરાતનાં મોટે ભાગે દરેક ગામમાં દીપડાએ પોતાનો વસવાટ કરી લીધો છે, તો હવે એનું નિવારણ શું ? અત્યાર સુધી 70% ગામો માંથી દીપડા પાંજરે પુરાય ચૂક્યા છે, પણ એ ગામોમાં હજુ પણ દીપડા દેખાય છે, કારણ કે જે દીપડા જે તે ગામે થી પકડી જંગલમાં છોડાય છે, એ 90% દીપડાઓ જે ગામે થી પકડાયા એ ગામે પાછા આવી જાય છે, અથવા જે જગ્યા એ થી દીપડા પાંજરે પુરાય છે તે ખાલી જગ્યામાં બીજા દીપડા આવી જાય છે, જેથી દીપડા પાંજરે પુરવાથી કોઈ પણ જગ્યાએ આ સમસ્યાનું નિવારણ આવતું નથી.

તો હવે નિવારણ શું ?

માણસ જાગૃત થઈ દીપડાને પોતાના વિસ્તારમાં સ્વીકાર કરે તો નિવારણ આવી જાય.

જાગૃતિ માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા નીચે પ્રમાણે છે, જે કરવાથી દીપડા અને માણસ વચ્ચેની મુઠભેડ અટકાવી શકાય.

૧. જો દીપડો માનવ વસ્તીમાં આવતો હોય અને બકરી મરઘી વાછરડાનું મારણ કરતો હોય તો રોકવા માટે ઝબકતી લાઈટ લગાવી તેમજ રેડિયો વગાડવાથી દીપડો તેમજ વાઘ પણ માનવ વસ્તીમાં આવતા અટકે છે. જે ઉપાય ઘણા રાજ્યોમાં કારગત નીવડેલા છે.

૨. ખેતરમાં કામ કરતી વખતે મોટે થી બુમ પાડવી અને ફોન કે રેડિયોમાં ગીતો વગાડવા.

૩. રાત્રિ સમયે ખેતરમાં કામ કરતી વખતે મસાલ કે કોઈપણ જાતની લાઈટ વ્યવસ્થા રાખવી.

૪. ખુલ્લામાં સૌચ ન કરો, ખેતરમાં ઘાસ કાપવા બેસો કે પાણી વાળવા બેસો ત્યારે દીપડો માણસની પીઠનો ભાગ જોઈ કૂતરું કે બીજું પ્રાણી સમજી હુમલો કરે છે. જેથી એ સમયે પુરે પૂરી તકેદારી રાખી જોર જોરમાં બૂમો પાડવી.

ઉપર મુજબ તકેદારી રાખવા થી મોટે ભાગે દીપડો માણસ પર હુમલો કરતો નથી.

એક્સપર્ટનાં મત મુજબ જો દીપડો પાંજરે પુરવામાં આવે તો દીપડા પાછો આવી જાય છે. માણસ પર અને પશુ પર દીપડા દક્ષિણ ગજરાતમાં જે હુમલા થાય એ ઘટાડવા હોય તો દીપડા ને પાંજરે પૂરવાનું બંધ કરી લોકોમાં જાગૃતિ લાવવી ખુબજ આવશ્યક છે.

About Author:

Kaushal Mody is professionally Engineer.

He is wildlife conservationist.

Currently working in South Gujarat for human leopard mitigation.

Next Story
Share it