Connect Gujarat
ગુજરાત

શૈક્ષણિક ગુણવત્તામાં વૃધ્ધિ માટે જિલ્લા પ્રસાશન અને પિરામલ ફાઉન્ડેશન સાથે રાજપીપલામાં થયા સમજૂતી કરાર (MOU)

શૈક્ષણિક ગુણવત્તામાં વૃધ્ધિ માટે જિલ્લા પ્રસાશન અને પિરામલ ફાઉન્ડેશન સાથે રાજપીપલામાં થયા સમજૂતી કરાર (MOU)
X

કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ-મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે નર્મદા જિલ્લાની કરાયેલી ઘોષણા બાદ શિક્ષણ સહિતના અન્ય ક્ષેત્રોમાં નિયત પેરામીટર મુજબની લક્ષ્યાંક સિધ્ધિ માટે જિલ્લા પ્રશાસન દ્વારા થઇ રહેલી કામગીરીના ભાગરૂપે નીતિ આયોગના અધિક સચિવ અને નર્મદા જિલ્લાના પ્રભારી અધિકારી આર.પી. ગુપ્તા, જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ અને પિરામલ ફાઉન્ડેશનના ડિરેકટર મનમોહન સિંહની ઉપસ્થિતિમાં નીતિ આયોગ દ્વારા સૂચવાયેલા શિક્ષણ સૂચકાંક સુધારવાની કામગીરી સંદર્ભે આજે રાજપીપલા ખાતે સમજૂતી કરાર (MOU) કરાયાં હતાં.

[gallery td_gallery_title_input="શૈક્ષણિક ગુણવત્તામાં વૃધ્ધિ માટે જિલ્લા પ્રસાશન અને પિરામલ ફાઉન્ડેશન સાથે રાજપીપલામાં થયા સમજૂતી કરાર (MOU)" td_select_gallery_slide="slide" size="large" ids="103562,103561,103557,103556,103558,103559,103560"]

આ પ્રસંગે આર.પી.ગુપ્તાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, જિલ્લાની તમામ શાળાના બાળકોને વિવિધ શૈક્ષણિક વિકાસ યોજનાઓ, પ્રેરણાદાયી કાર્યક્રમ અને સર્જનાત્મક બદલાવ દ્વારા ગુણવત્તા યુક્ત શિક્ષણ પૂરું પાડવા સરકાર કટિબધ્ધ છે ત્યારે જિલ્લા પ્રશાસનના સહયોગથી શિક્ષણક્ષેત્રે કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓ DIET, GCERT અને કેન્દ્રિય સ્તરે NCERT જેવી શિક્ષણ સંસ્થા ખૂબ જ ઉમદા કાર્ય કરી રહી છે, ત્યારે બાળકોના શિક્ષણના સ્તરને સુધારવા માટે અસરકારક અને ફળદાયિ રીતે કાર્ય કરી રહેલી પિરામલ ફાઉન્ડેશન સાથે નર્મદા જિલ્લામાં શૈક્ષણિક ગુણવત્તામાં વૃદ્ધિ માટેના આજના આ સમજૂતી કરાર (MOU) બદલ હર્ષની લાગણી સાથે તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

રાજપીપલામાં ગાંધીચોક નજીક ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં થયેલા સમજૂતી કરાર મુજબ પિરામલ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં શિક્ષણ વિભાગમાં વ્યકિતઓના નેતૃત્વ અને વ્યાવસાયિક વિકાસમાં રાજય સરકાર અને જિલ્લા પ્રશાસન દ્વારા સમજૂતી કરાર અને માધ્યમો દ્વારા અદ્યતન નિષ્પતિ (Learning Outcomes) અને Transition Rate ને કોચ અને ફેસિલેટર ડેવલપમેન્ટ,પ્લાનીંગ અને ગવર્નન્સ સપોર્ટ, સ્કૂલ પ્રોસેસ ઇમ્પ્રૂવમેન્ટ, ડેમોનસ્ટ્રેશન સ્કુલ અને સામુદાયિક ભાગીદારી જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી શૈક્ષણિક ગુણવત્તામાં વૃધ્ધિ કરવાના પ્રયાસો કરાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પિરામલ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં ઝરવાણી અને દેવમોગરા કલ્સ્ટર તેમજ જિલ્લાની જ્ઞાનકુંજ ધરાવતી શાળાઓમાં પાયલોટ પ્રોજેકટ તરીકે પ્રાથમિક શિક્ષણમાં આ કામગીરી થઇ હતી. હવે આ સમજૂતી કરાર મુજબ જિલ્લાના તમામ ૬૬ જેટલા કલ્સ્ટરને આવરી લઇ તેમાં સમાવિષ્ટ શાળાઓમાં શિક્ષણ સૂચકાંકો સુધારવાની સાથે શિક્ષણ ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી થકી નિયત લક્ષ્યાંક સિધ્ધિ હાંસલ કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન અપાશે.

શૈક્ષણિક પરિવર્તન માટે કાર્ય કરતી પિરામલ ફાઉન્ડેશનનો હેતુ રાજય, જિલ્લા, તાલુકા અને શાળા શિક્ષણને નેતૃત્વના માધ્યમથી જિલ્લા, રાજય અને કેન્દ્ર સરકાર સાથે ભાગીદારી કરીને તેના પરિણામો સુધારવાનો રહેલો છે. ભારતના ૭ રાજયોમાં ૨૫ જેટલાં મહત્વાંકાંક્ષી જિલ્લાઓમાં આરોગ્ય સંભાળ અને પોષણ તેમજ શિક્ષણમાં માનવ વિકાસ સૂચકાંકો સુધારવા માટે કાર્યરત છે. પિરામલ ફાઉન્ડેશન મોટે ભાગે રાજય સરકાર સાથે ભાગીદારીના માધ્યમથી દરેક આયામોમાં નવીન અભિગમ અને કાર્યક્રમો વિકસાવ્યા છે.

પિરામલ ફાઉન્ડેશન દ્વારા આ પ્રસંગે એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ-મહત્વાકાંક્ષી જિલ્લા સંદર્ભે શૈક્ષણિક વિકાસ અંતર્ગત યોજાયેલા પ્રદશર્નને આર.પી.ગુપ્તાએ રસપૂર્વક નિહાળી તેઓએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે મહત્વાકાંક્ષી જિલ્લા અંતર્ગત શૈક્ષણિક વિકાસમાં School Leadership Development, District Transformation, State Transformation Program And Virtual Field Support

વિષયક પ્રદર્શિત કરાયેલી વિગતો સંદર્ભે શ્રી ગુપ્તાએ વિસ્તૃત જાણકારી મેળવી હતી. પિરામલ ફાઉન્ડેશનના ડિરેકટર મનમોહન સિંહ સહિતની ટીમના સભ્યો વગેરેએ ગુપ્તાને જરૂરી વિગતોથી વાકેફ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ, પ્રાયોજના વહિવટદાર આર.વી.બારીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ. ડીંડોર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય એમ.જી.શેખ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. નિમાબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.નિનામા વગેરે ઉપસ્થિત રહયાં હતા.

નર્મદા જિલલામાં પિરામલ ફાઉન્ડેશન સાથે થયેલા સમજૂતી કરાર મુજબ શાળા પોતે નેતૃત્વ કરી શકે તે મુજબ શિક્ષણ વ્યવસ્થાની સમસ્યાનું નિરાકરણ કરી શકે તેવો બદલાવ લાવવા માટે દરેક તાલુકાના BRC, CRC,BRP, NODAL HM, HM ની નેતૃત્વ કલા વિકસાવવી, કલ્સટરના સ્તરે શૈક્ષણિક સંબંધિત વ્યૂહરચનાનું સુચારૂં આયોજન કરી તૈયારી કરાવવી. દરેક શાળામાં આચાર્યઓ તેમજ શિક્ષકોની નેતૃત્વની કલાનો વિકાસ કરવો, દરેક સ્ટેક હોલ્ડરની સાથે સંયુક્ત મુલાકાત કરી તેમની કાર્યક્ષમતામાં વધારો કરવો તેમજ અન્ય સરકારી અધિકારીઓ જેમ કે, DIET, B.Ed. Collage. TPEO સાથે સંકલન કરી SLO માટે અલગ-અલગ પ્રવૃત્તિઓનું નિર્માણ કરી શિખવાનું વાતાવરણ ઉભુ કરવાની કામગીરી આવરી લેવાઇ છે.

Next Story
Share it