Connect Gujarat
ગુજરાત

સંખેડા: તાલુકાની સબ ટ્રેજરી બોડેલી ખાતે ખસેડવાના નિર્ણયનો વિરોધ, વ્યાપારીઓએ બંધ પાડી નોંધાવ્યો વિરોધ

સંખેડા: તાલુકાની સબ ટ્રેજરી બોડેલી ખાતે ખસેડવાના નિર્ણયનો વિરોધ, વ્યાપારીઓએ બંધ પાડી નોંધાવ્યો વિરોધ
X

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ચાલતી સબ ટ્રેજરી બોડેલી ખાતે ખસેડવાના સરકારના નિર્ણય સામે સંખેડા તાલુકાના તમામ ગામના લોકોએ વિરોધ દર્શાવતા ગામો, બજારો અને શાળાઓ બંધ રાખી હતી.

70 વર્ષ થી ગાયકવાડ સરકારના સમયથી સંખેડા ખાતે સબ ટ્રેજરી ચાલી રહી છે.જેને સંખેડા થી ખસેડી બોડેલી લઈ જવાનો સરકારે નિર્ણય લીધો હતો જેનો સંખેડા તાલુકાના તમામ લોકો વિરોધ કરી રહ્યા છે.

સંખેડા તાલુકામાં થી બોડેલીને છૂટું પાડી નવરચિત તાલુકો બનાવી બોડલી ખાતે સબ ટ્રેજરી લઈ જવાતા 1200 જેટલા પેન્શન ધારકો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે. સંખેડા તાલુકો આર્થિક રીતે સંકળામણ અનુભવે છે ત્યારે સરકારના આ નિર્ણય થી તેમાં વધારો થશે. અને 25 કિમિ દૂર આવેલા બોડેલી ખાતે ધરમના ધક્કા ખાવા મજબૂર થશે.

જોકે ટ્રેજરીને બોડેલી ખાતે ન ખસેડવા માટે સરકારમા વારંવાર રજૂઆતો કરવામા આવી છતાં કોઇ અસર ન થતા આખરે ગામલોકો સરકારને કાને આવાજ પહોંચાડવા સૂત્રોચાર સાથે તમામ બજારો, સ્કુલો બંધ રાખી વિરોધ કર્યો હતો. નવરચિત બોડેલી તાલુકાને નવી ટ્રેજરી કચેરી મળે તેને લઇ સંખેડા તાલુકાના લોકો ને વાંધો નથી. પણ સંખેડાની ટ્રેજરી સંખેડા મા જ રહે તેવી માંગ કરી રહ્યા છે.

કેટલાક લોકોએ નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલને આ બાબતે રજુઆત પણ કરી છે અને તેમની રજુઆત ધ્યાને લેવાશે તેવું તેમણે જાણવ્યું હતું.

ગામ લોકોનું કહેવું છે કે આજે ગામ બંધ રાખીને વિરોધ કરી રહ્યા છે પણ જો તાત્કાલિક નિર્ણય નહિ લેવાય અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવતી કાલથી ધરણા યોજી વિરોધ દર્શાવવામા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

આમ તો દિવસે ને દિવસે સંખેડા બેરીજગરી અને આર્થિક બાબતે તૂટી રહ્યું છે અને બોડેલી ખાતે જો સબ ટ્રેજરી લઇ જવામાં આવશે તો વિસ્તારના તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Next Story
Share it