Top
Connect Gujarat

સંજય દત્તની ફિલ્મમાં નફિસા અલી માતાનો અભિનય કરશે

સંજય દત્તની ફિલ્મમાં નફિસા અલી માતાનો અભિનય કરશે
X

જુના જમાનાની જાજરમાન અભિનેત્રી નફીસા અલી તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ 'સાહેબ બીવી ઔર ગેન્ગસ્ટર થ્રી' માં સંજય દત્તની માઁની ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મ વિશે માહિતી આપતા નફિસાએ ટ્વીટ કરીને કહ્યું કે ફિલ્મમાં 'માઁ'નું પાત્ર ઘણુું જ મહત્વ પૂર્ણ હોય છે. એણે આ ફિલ્મ માટે ઉત્સાહિત હોવાનું પણ કહ્યું, નફિસા ઉપરાંત આ ફિલ્મમાં કબીર બેદી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જેમાં તે સંજય દત્તના પિતાની ભૂમિકા નિભાવશે. આ પહેલા ફિરોઝ ખાનની ફિલ્મ 'યલગારા'માં પણ બંને પિતા- પુત્રની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

સાહેબ બીવી ઔર ગેન્ગસ્ટરનો પહેલો ભાગ ૨૦૧૧માં રિલિઝ થયો હતો. જેમાં જીમી શેરગીલ, માહી ગિલ અને રણદીપ હુન્ડા જોવા મળ્યા હતા. ત્યારબાદ ૨૦૧૩માં બીજો ભાગ આવ્યો હતો. બંને ભાગ સુપરહિટ રહેતા હવે ત્રીજો ભાગ બનાવવાની તૈયારી શરૃ થઇ ગઇ છે.

Next Story
Share it