Connect Gujarat
ગુજરાત

સંતરામપુરના કેંનપુર ગામે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કરંટ લાગતાં બે વિદ્યાર્થીઓના મોત

સંતરામપુરના કેંનપુર ગામે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કરંટ લાગતાં બે વિદ્યાર્થીઓના મોત
X

ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના કેંનપુર ગામમાં આવેલી ટેકનીકલ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર કેનપુર ગામની ટેકનીકલ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ધ્વજ ફરકાવવા માટે લોખંડની મોટી પાઈપ ઊભી કરી રહ્યા હતા.

આ પાઈપ ઉભી કરતી વખતે નીચે નમી ગઈ હતી અને શાળા આગળથી પસાર થતી વીજળીના વાયરો સાથે સંપર્કમાં આવતા આ બંન્ને વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો.કરંટ લાગવાથી બંને વિદ્યાર્થી પેટ અને હાથના ભાગે ગંભીર રીત દાઝી ગયા હતા અને ઘટનાસ્થળે મૃત્યુ પામ્યાં હતાં.

આ અંગે હજી પોલીસ તરફથી સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, સ્થાનિક લોકો આ ઘટના માટે શાળા અને શિક્ષકોની બેદરકારીને કારણભૂત માને છે.

Next Story
Share it