Connect Gujarat
ગુજરાત

સંતરામપુરમાં જુગાર રમતા આરોપીઓને પકડી રૂપિયા ૫૬,૯૮૦ /- સાથે પકડી પાડતી મહીસાગર LCB

સંતરામપુરમાં જુગાર રમતા આરોપીઓને પકડી રૂપિયા ૫૬,૯૮૦ /- સાથે પકડી પાડતી મહીસાગર LCB
X

મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા તથા ઈ.ચા.એલ.સી.બી.પોલીસ ઈન્સપેકટર વી.સી.સોલંકીની સુચના આધારે પો.સ.ઈ.એચ .એન.પટેલને મળેલ બાતમી આધારે એલ.સી.બી સ્ટાફના પો.સ.ઈ. એમ.વી.ભગોરા અને તેમની ટીમએ પોલીસ માણસો સાથે રાખી નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એન.વી.પટેલ પાસેથી વોરંટ મેળવી સંતરામપુર પો.સ્ટે વિસ્તારમાં આવેલ બાતમીવાળી જગ્યા ઉપર પહોચ્યા હતા.

આ બાતમીવાળી જગ્યા સંતરામપુર હૂસેની ચોક વિસ્તારમાં રહેતા અબ્દુલ જલિલ રઝાકના ઘરની અંદર રેડ કરવા પહોચેલા જે દરમ્યાન તેના મકાનમાં કેટલાક ઈસમો ગોળ કુંડાળુ વળી પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા હોઈ તેઓને કોર્ડન કરેલા જેમાં (૧) અબ્દુલ જલીલ રઝાક (૨) અજરૂદ્દીન સજ્જાઉદીન અરબ (૩) સુમીતભાઇ શાંતીલાલ વણકર (૪) રાહુલ ગોપાલ હજૂરી (૫) નવાબખાન અયુબખાન પઠાણ (૬) વસીમ દૂર મહમદ મકરાણી તમામ રહે – સંતરામપુર નાઓ પકડાઈ ગયેલ તેમજ પોલીસ રેડ જોઈ ભાગી ગયેલ ઈસમો (૧) કિશન ડાહ્યાભાઇ વણકર (૨) ગુલામભાઇ નબી શેખ (૩) અનિશ અબ્દુલ અરબ (૪) જાવેદખાન જાદદખાન પઠાણ તમામ રહે સંતરામપુર તેઓને વોન્ટેડ જાહેર કરેલ હોય.

ઉપરોકત જણાવેલ ઈસમોએ પોતાના અંગત ફાયદા સારૂં બંધ મકાનમાં પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડી રોકડ રૂપિયા ૫૬,૯૮૦/-નાં મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Next Story
Share it