Connect Gujarat
ગુજરાત

સંબંધીને મળવા આવવાનું પડ્યુ મોંઘુ!

સંબંધીને મળવા આવવાનું પડ્યુ મોંઘુ!
X

સુરતના પાલનપુર વિસ્તારમાં ટોબેકોના વ્યાપારીના ત્યાં મળવા આવેલા સંબંધી પર દુકાનમાં કામ કરતો શખ્સ હુમલો કરીને ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

મળતી માહિતી મુજબ સુરતના પાલનપુર વિસ્તારમાં ટોબેકોના વ્યાપારીને ત્યાં રાજસ્થાનથી તેમના સંબંધી હનુમાનભાઇ પોતાના ભાઇ સાથે મળવા માટે આવ્યા હતા.

તેઓ દુકાનની બહાર ઉભા રહીને વાત કરી રહ્યા હતા તે દરમિયાન દુકાનમાં કામ કરતો હનુમાનભાઇનો બીજો સંબંધી રામસિંગ હાથમાં તીક્ષ્ણ હથિયાર લઇને ધસી આવ્યો હતો અને છાતી તેમજ બરડાના ભાગે ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા. ત્યારે વ્યાપારી અને હનુમાનભાઇના ભાઇએ રામસિંગ ને હુમલો કરતા અટકાવતા તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા હનુમાનભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે રામસિંગ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

Next Story
Share it