Connect Gujarat

સબસીડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં રૂ 86 નો વધારો

સબસીડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં રૂ 86 નો વધારો
X

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા વધારાને પગલે દેશમાં પણ સબસીડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં રૂ 86 નો વધારો કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત LPG ગેસનો સિલિન્ડર જે પહેલા 651.50 રૂપિયાના ભાવે મળતો હતો તે હવે વધીને 737.50 રૂપિયાના ભાવે મળશે.

સરકારી માલિકીની કંપનીઓના જણાવ્યા અનુસાર જે લોકો પાસે સબસીડીની સુવિધા નથી, જેમણે પોતાની સબસીડી ત્યાગી છે તેમજ જે લોકોની વર્ષમાં 12 સિલિન્ડરની મર્યાદા પુરી થઇ ગઈ છે તે લોકોને હવે રાંધણ ગેસના સિલિન્ડર આ નવા ભાવે એટલે કે 14.2 કિગ્રાના સિલિન્ડરના રૂ 737.50 ના ભાવે લેવાના રહેશે.

આ ભાવ વધારા સિવાય સબસીડી ધરાવતા સિલિન્ડરોમાં પણ 13 પૈસાનો વધારો અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ના ભાવમાં પણ રૂ 214 નો વધારો કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2016 થી LPG સિલિન્ડરના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે અને ગત 1 ફેબ્રુઆરીના રોજ પ્રતિ સિલિન્ડર રૂ 66.5 નો વધારો કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ કરવામાં આવેલ રૂ 86 નો વધારો તેના ઇતિહાસનો સૌથી આકરો ભાવ વધારો હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story
Share it