સરકારના દારૂ પ્રતિબંધના નવા કાયદા હેઠળ વડોદરામાં નોંધાયો પહેલો ગુનો

વડોદરા પોલીસ દ્વારા મહેબુબપુરા નજીક રેલવે સ્ટેશન વિસ્તારમાંથી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલ સહિત માલની હેરાફેરી માટે વપરાયેલ વાહન જપ્ત કર્યા છે રેડ દરમિયાન કુખ્યાત ગેંગસ્ટર અસલમ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો જેથી પોલીસે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દારૂ બંધીના કડક કાયદા પાલનની સૂચના આપવામાં આવી હતી.ત્યારે આગામી 31 ડિસેમ્બર માટે દારૂ લાવવાની ચોક્કસ બાતમી મળતા વડોદરા પોલીસે મહેબુબ પુરા નજીક આવેલ અસલમ માં ઘરમાં રેડ પાડી હતી જેમાં પોલીસ ટીમને એસયુવી કારમાં વિવિધ બ્રાન્ડની 520 જેટલી બોટલો મળી આવી હતી.જે રૂ 1,81,300 ની કિંમતની હતી.
આ રેડ દરમ્યાન ત્યાં હાજર અસલમ ભાગી છૂટ્યો હતો જેથી પોલીસે દારૂ અને કાર બંને જપ્ત કર્યા હતા તેમજ તેના વિરુદ્ધ કેસ દાખલ કરીને તેને ફરાર જાહેર કર્યો હતો અને તેને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.
સરકારના નવા કાયદા મુજબ કુખ્યાત અસલમ ઉર્ફે બોડિયા હૈદરમિયા શેખને 10 વર્ષની જેલની સજા થઇ શકે છે.આ ગેંગસ્ટર સામે અન્ય હત્યા , રમખાણો , ચોરી , લૂંટ જેવા અન્ય કેસો પણ લાગેલા છે તેમાં સરકારના રાજ્યમાં પ્રતિબંધના કાયદાના અમલીકરણ બાદ વડોદરા જિલ્લાનો પહેલો ગુનો નોંધાયો છે.