Connect Gujarat

સરકાર દરેક વિષય પર ચર્ચા માટે તૈયાર : પીએમ મોદી

સરકાર દરેક વિષય પર ચર્ચા માટે તૈયાર : પીએમ મોદી
X

વડા પ્રધાન નરેન્દ્ર

મોદીએ શિયાળુ સત્ર પહેલા મીડિયા સાથે વાત કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું

હતું કે, 2019 નું આ છેલ્લું સંસદ સત્ર છે, રાજ્યસભાનું 250 મો સત્ર. આ સત્ર દરમિયાન,

26મી તારીખે આપણો બંધારણ દિવસ છે, આપણા

સંવિધાનને 70 વર્ષ થઈ રહ્યા છે.

સંસદનું શિયાળુ સત્ર

આજથી શરૂ થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિયાળુ સત્ર પહેલા મીડિયા સાથે

વાત કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે, 2019 નું આ

છેલ્લું સંસદ સત્ર છે, રાજ્યસભાનું 250 મો સત્ર. આ સત્ર દરમિયાન, 26મી તારીખે આપણો બંધારણ

દિવસ છે, આપણા સંવિધાનને 70 વર્ષ થઈ રહ્યા છે. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે સરકાર દરેક વિષય પર

ચર્ચા કરવા તૈયાર છે.

પીએમ મોદીએ કહ્યું કે બંધારણ દેશની એકતા, અખંડિતતા અને વિવિધતાનું ગૌરવ છે. ભૂતકાળમાં તમામ પક્ષોના નેતાઓને મળવાની તક મળી છે, જેમ કે પાછલી વખતે તમામ પક્ષોના સહકારને કારણે સાંસદ સત્ર ચાલ્યું હતું, આ વખતે પણ તેવી જ અપેક્ષા છે.

https://twitter.com/narendramodi/status/1196303069908066305?s=20

સરકાર દરેક બાબતે

ચર્ચા કરવા તૈયાર છે

પીએમ મોદીએ કહ્યું

કે, સરકાર તમામ મુદ્દાઓની ખુલ્લેઆમ ચર્ચા કરવા માંગે છે, વાદ કે વિવાદ હોય આ સાથે જ સાંસદ ગૃહની ચર્ચાને સમૃધ્ધ બનાવવામાં

યોગદાન આપે. તમામ સાંસદોને શુભેચ્છાઓ સાથે સૌનો આભાર માન્યો હતો.

જણાવી દઈએ કે સત્રની

શરૂઆત પહેલા રવિવારે મળેલી સર્વદળીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ

કર્યું હતું કે તેઓ નિયમો હેઠળ ગૃહમાં કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.

Next Story
Share it