Connect Gujarat

સરકાર બહુમતી થી બને છે પરંતુ ચાલે છે સર્વસંમતિ થી,પીએમ મોદી

સરકાર બહુમતી થી બને છે પરંતુ ચાલે છે સર્વસંમતિ થી,પીએમ મોદી
X

પાંચ રાજ્યોના પરિણામ બાદ અને ખાસ કરીને ઉત્તરપ્રદેશ માં ઐતિહાસિક જીત પછી ભાજપ દ્વારા દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદીનો અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો.સરકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનએસજી કમાન્ડોના સુરક્ષા કવચ વચ્ચે પગપાળા ચાલીને દિલ્હીના મુખ્યાલય ખાતે પહોંચ્યા હતા,અને ભાજપના કાર્યકર્તાઓ તેમજ જનસમુદાયનું અભિવાદ ઝીલ્યુ હતુ.પીએમ મોદી ભાજપના મુખ્યાલય ખાતે પહોંચતા જ કાર્યકર્તાઓ એ તેઓનું સ્વાગત પુષ્પગુચ્છ થી કર્યુ હતુ.સરકારઆ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓ ને સંબોધનમાં પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ ને વધુ નમ્ર બનવાની શિખામણ આપી હતી.મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે સૌને સાથે લઈને ચાલવુ ખુબજ જરુરી છે.અને ભારપૂર્વક જણાવ્યુ હતુ કે ભાજપ માટે ઝુકવાનો સમય આવી ગયો છે,ફળ આવ્યા બાદ વૃક્ષ નમી પડે છે.તેથી હવે વધુ વિનમ્ર થવું પડશે,કારણકે જેટલી મોટી જીત હોય છે તેટલી જ મોટી જવાબદારી પણ હોય છે,આ સરકાર તેમણી પણ છે જેમને ભાજપને મત નથી આપ્યો,વધુમાં મોદીએ સંબોધન માં પાંચ રાજ્યોની ચૂંટણી ના પરિણામો ન્યુ ઇન્ડિયા નો પાયો નાખશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Next Story
Share it