Connect Gujarat

સર્જીકલ સ્ટ્રાઇક માટે ઇસરોએ કરી ભારતીય સૈન્યની મદદ!

સર્જીકલ સ્ટ્રાઇક માટે ઇસરોએ કરી ભારતીય સૈન્યની મદદ!
X

ઉરી એટેકનો જડબાતોડ જવાબ આપવા ભારત તરફથી બુધવારે રાત્રે સર્જીકલ સ્ટ્રાઇક હાથ ધરવામાં આવી હતી. જેમાં દુશ્મનો અંગે માહિતી મેળવવા માટે ભારતીય સૈન્યએ ઇસરોની સેટેલાઇટ ઇમેજીસનો ઉપયોગ કર્યો હતો.

આ અંગે શુક્રવારે આર્મી અધિકારીએ જણાવ્યું હતું કે એલઓસીની નજીક આવેલ આતંકવાદી કેમ્પો પર સર્જીકલ સ્ટ્રાઇક કરવા માટે ઇસરોએ જરૂરી સેટેલાઇટની કાર્ટોસેટ ઇમેજીસ પુરી પાડી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ કાર્ટોસેટ સીરીઝ ઓફ સેટેલાઇટ (કાર્ટોસેટ-2, 2A, 2B અને 2C)ની ઇમેજીસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જ્યારે ઇસરોના અધિકારીઓએ આ હેતુ માટે સેટેલાઇટ ઇમેજીસના ઉપયોગ વિશે મૌન સેવ્યું હતું. જોકે, તેમણે કબૂલ્યુ હતું કે સેટેલાઇટ ઇમેજીસનો ઉપયોગ સુરક્ષાબળો સાથે ઘણી એજન્સીઓ કરે છે.

સુત્રોએ આઇએએનએસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જમીનનું નિરિક્ષણ કરતા સેટેલાઇટ ઇસરો દ્વારા મેનેજ થાય છે અને સુરક્ષાબળો જરૂર પડે તેનો ઉપયોગ કરે છે.

જ્યારે આકાશમાં રહેલી આંખો તરીકે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટસ છે. સુરક્ષાબળોને હીયરીંગ પાવર કમ્યુનિકેશન સેટેલાઇટ દ્વારા આપવામાં આવે છે.

ભારતીય આર્મી ખાસ કરીને નૌકાદળને GSAT-7/Rukmini માં તેમનો પોતાનો સેટેલાઇટ પાવર છે. જ્યારે ભારતનો બીજો મિલિટરી કમ્યુનિકેશન સેટેલાઇટGSAT-6 છે. ભારતીય હવાઇ દળે પણ ભવિષ્યમાં ઉપયોગ માટે સેટેલાઇટ સેટ કર્યો છે.

Next Story
Share it