Connect Gujarat

સલમાન ,અક્ષય, કરણ જોહરની ટીમ ફિલ્મ "સ્પેશિયલ" માં જોવા મળશે

સલમાન ,અક્ષય, કરણ જોહરની ટીમ ફિલ્મ સ્પેશિયલ માં જોવા મળશે
X

બોલિવૂડ સેલિબ્રિટી અને મિત્રો સલમાન ખાન, અક્ષય કુમાર અને કરણ જોહર તેમની ફિલ્મ 'સ્પેશિયલ" માટે એક સાથે આવી રહ્યા છે.

આ અંગેની ટ્વિટ દ્વારા કરણ જોહરે જણાવ્યુ હતુ કે અનુરાગ સિંહ દ્વારા નિર્દેશિત તથા સલમાન ખાન સાથે સહ નિર્દેશિત અને અક્ષય કુમાર દ્વારા અભિનીત એક ચડિયાતી ફિલ્મ બનાવવા ઉત્સુક છીએ.

સલમાન ખાન સાથે ફિલ્મ "કુછ કુછ હોતા હૈ" માં કામ કરી ચૂકેલ કરણ જોહરે બીજી ટ્વિટ કરીને કહ્યુ હતુ કે જયારે એક ખાસ ફિલ્મ બનાવવા માટે મિત્રો સાથે આવે ત્યારે ખરેખર એક ભાઈચારાની લાગણી અનુભવાય છે.

બોલિવૂડ સ્ટાર સલમાન ખાને પણ આ અંગેની ટ્વિટ દ્વારા જણાવ્યુ હતુ કે અક્ષય કુમાર દ્વારા અભિનીત ફિલ્મના એક પ્રોજેક્ટ માટે કરણ જોહર અને સહ નિર્માતા સલમાન ખાન ફિલ્મસે હાથ મિલાવ્યા છે.

અક્ષય કુમાર જે દેશભક્તિ પર આધારિત ફિલ્મો મોટે જાણીતા છે તેમને ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે એક ફિલ્મ બનાવવા માટે મિત્રો એક સાથે આવે છે સલમાન ખાન અને કરણ જોહર નિર્મિત ફિલ્મ 2018 માં આવશે.

Next Story
Share it