Top
Connect Gujarat

સલમાન ખાને જાહેર કરી તેના લગ્નની તારીખ!

સલમાન ખાને જાહેર કરી તેના લગ્નની તારીખ!
X

બોલિવૂડના સ્ટાર સલમાન ખાન હાલમાં તેની કારકિર્દીની ટોચ પર છે. જોકે, સલમાન ક્યારે મેરેજ કરે છે તેના વિશે જાણવા તેના ફેન હંમેશા ઉત્સુક હોય છે.

છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાન તેની હાલની ગર્લફ્રેન્ડ લુલિયા વન્ટુર સાથે લગ્ન કરવાનો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. અંતે દબંગ સ્ટારે પોતાની મેરેજની તારીખ જણાવી દીધી છે.

સલમાન ખાને તાજેતરમાં જણાવ્યું હતું કે તે પોતાના માત-પિતાની વેડીંગ એનિવર્સરી પર લગ્ન કરશે. સલમાનના માતા-પિતાના લગ્નની એનિવર્સરી 18 નવેમ્બરના રોજ આવે છે. તેથી, સલમાન 18 નવેમ્બરે લગ્ન કરશે તેવુ માનવામાં આવી રહ્યુ છે.

જોકે, કયા વર્ષની 18 નવેમ્બરે તે લગ્ન કરશે તે અંગે સલમાન દ્વારા કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે તે પોતાની ગર્લફ્રેન્ડ લુલિયા સાથે આ વર્ષની 18 નવેમ્બરે લગ્ન કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

Next Story
Share it