Top
Connect Gujarat

સલમાન ખાન આગામી ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં કરશે

સલમાન ખાન આગામી ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં કરશે
X

રેસ ટુની સફળતા બાદ ફિલ્મનાં ત્રીજા ભાગની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. અને ફિલ્મના મુખ્ય કલાકારો માટે પણ અનેક અટકળો લગાવવામાં આવી હતી. જો કે સલમાન ખાનનું નામ ફાઈનલ થતા અનેક અટકળોનો અંત આવી ગયો છે.

આ ફિલ્મના નિર્માતા રમેશ તૌરાનીએ તાજેતરમાં આપેલ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે સલમાન ખાન આ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા ભજવશે. સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે સલમાન આ પ્રકારની નકારાત્મક ભૂમિકા ભજવવા માટે તૈયાર ન હતો. પણ ફિલ્મની પટકથા પસંદ પડતા સલમાને આ ફિલ્મ માટે હા કરી દીધી છે.

Next Story
Share it