Connect Gujarat

સલમાન ખાન ઉપર લટકતી તલવાર,આર્મ્સ એક્ટના કેમમાં આજે ચુકાદો 

સલમાન ખાન ઉપર લટકતી તલવાર,આર્મ્સ એક્ટના કેમમાં આજે ચુકાદો 
X

સલમાન સામે ગેરકાયદેસર હથિયાર રાખવાનો તેમજ તેનો ઉપયોગ કરવા સામે કેસ નોંધવામાં આવ્યો હતો.જેનો ચુકાદો બુધવારના રોજ આપવામાં આવશે,જેને લીધે મંગળવારના રોજ સલમાન ખાન જોધપુર પહોંચી ગયો હતો.

મળતી વિગતો અનુસાર જો સલમાન સામે ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો સાબિત થશે તો તેને ત્રણ વર્ષની સજા થશે અને જો તેના ગેરકાયદેસર ઉપયોગનો ગુનો પણ સાબિત થશે તો તેને થઇ શકે છે સાત વર્ષની સજા.

અત્રે ઉલ્લેખનીય છે કે 1998 માં "હમ સાથ સાથ હૈ" ના શૂટિંગ માટે આવેલા સલમાન વિરુદ્ધ અહીં કાળિયારના શિકાર સામે કેસ દાખલ થયો હતો.જેમાં કોર્ટે બે કેસમાં તેને બહાલી આપી હતી.જયારે અન્ય બે કેસમાં કોર્ટ શું ચુકાદો આપે છે તે જોવુ રહ્યુ.

Next Story
Share it