Connect Gujarat

સલમાન વિરુદ્ધ ચિંકારા શિકાર મામલે રાજસ્થાન સરકારે સુપ્રીમમાં કરી અરજી

સલમાન વિરુદ્ધ ચિંકારા શિકાર મામલે રાજસ્થાન સરકારે સુપ્રીમમાં કરી અરજી
X

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ નોંધાયેલા ચિંકારા શિકાર કેસ મામલે રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

ફિલ્મ 'હમ સાથ સાથ હૈં'ના શૂટીંગ દરમિયાન સલમાન ખાન પર ચિંકારાનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો.

જોકે, હાઇકોર્ટે આ મામલે સલમાનને બે કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. હાઇકોર્ટના આ ચુકાદાને પડકારતા રાજસ્થાન સરકારે સુપ્રીમમાં ઘા કર્યો છે.

સલમાન ખાન વિરુદ્ધ 26-27 ડિસેમ્બર, 1998માં ભવાદ ગામમાં બે ચિંકારા અને 28-29 સપ્ટેમ્બર,1998માં મથાનિયામાં એક ચિંકારાનો શિકાર કરવા બદલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ 51 હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. નીચલી અદાલતે સલમાનને બંને કેસમાં દોષી જાહેર કરતા 17 ફેબ્રુઆરી 2006માં 1 વર્ષ તેમજ 10 એપ્રિલ, 2006ના રોજ પાંચ વર્ષ કેદની સજા જાહેર કરી હતી. જેના વિરુદ્ધ સલમાને સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.

સેશન્સ કોર્ટે મથાનિયા મામલે અરજી રદ કરી હતી જ્યારે ભવાદ કેસને હાઇકોર્ટમાં મોકલી દીધો હતો. હાઇકોર્ટમાં આ મામલે 16 નવેમ્બર, 2015ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે 13 મે, 2016ના રોજ પુરી થઇ હતી.

Next Story
Share it