Top
Connect Gujarat

સાબરકાંઠામાં નર્મદા રથનો મહિલાઓએ થાળી વેલણ વગાડીને કર્યો વિરોધ

સાબરકાંઠામાં નર્મદા રથનો મહિલાઓએ થાળી વેલણ વગાડીને કર્યો વિરોધ
X

સાબરકાંઠા જિલ્લાનાં તલોદ તાલુકાનાં સલાટપુર ગામ ખાતે નર્મદા રથનું આગમન થતાંની સાથેજ મહિલાઓ અને યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

તલોદ તાલુકાનાં સલાટપુર ગામ ખાતે નર્મદા રથનું આગમન થતાંની સાથેજ ગામની મહિલાઓએ થાળી વેલણ વગાડીને રથનો ભારે વિરોધ કર્યો હતો, જ્યારે ગામનાં યુવાનો રથની આગળ સુઈ ગયા હતા, અને ગામમાં રથને પ્રવેશતા અટકાવ્યો હતો.

જોકે સરકારી અધિકારીઓ એ નર્મદા રથની આરતી કરીને રથનું સ્વાગત કરી કાર્યક્રમને આટોપી લીધો હતો.

Next Story
Share it