સાબરકાંઠા : તલોદના આંત્રોલી વાસના એક મકાનમાં આગ લાગતાં ઘર સામગ્રી થઈ બળીને ખાખ
BY Connect Gujarat11 Dec 2019 9:23 AM GMT

X
Connect Gujarat11 Dec 2019 9:23 AM GMT
સાબરકાંઠા જિલ્લાના
તલોદ તાલુકાના આંતરોલી વાસના એક મકાનમાં આગ
લાગતા ઘર સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.




આંત્રોલી વાસ ખાતે અમૃતબા દિલીપસિંહ ઝાલા પોતાના ખેતરમાં મકાન બનાવી રહેતા હતા. પોતે મજુરી કરવા બીજાના ખેતરમાં કામગીરી કરવા ગયા હતા તે દરમ્યાન મકાનમાં અચાનક આગ લાગતા અનાજ, કપડાં, રોકડ રકમ, ઘરમાં પડેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થઈ હતી. આંતરોલી ગામ પંચાયતના સરપંચ તેમજ તલાટી ઘટના સ્થળની મુલાકાત લઇ તાલુકા પંચાયત કચેરીને જાણ કરવામાં આવી હતી.
Next Story