Connect Gujarat

સાબરકાંઠા : નવાનગર ગામ બન્યું આદર્શ ગામ, ગ્રામ પંચાયતમાં સરપંચ સહિતના તમામ સભ્યો છે મહિલાઓ

સાબરકાંઠા : નવાનગર ગામ બન્યું આદર્શ ગામ, ગ્રામ પંચાયતમાં સરપંચ સહિતના તમામ સભ્યો છે મહિલાઓ
X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરનું નવાનગર ગામ એક એવુ આદર્શ ગામ છે કે, જ્યાં પંચાયતમાં આજ દિન સુધી કોઇ ચુંટણી યોજાઇ નથી. તત્કાલિકન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચાયતની ચૂંટણીમાં ગામમાં વેરભારના બીજ ન વવાય તે માટે સમરસ ગામ યોજના શરૂ કરી હતી. જે યોજનાને ફળીભૂત કરી રહ્યુ છે નવાનગર ગામ.

નવાનગર ગામની ખાસ વાત એ છે કે, આ ગામમાં

સરપંચ સહિતના તમામ ગ્રામ પંચાયતના સભ્યો મહિલાઓ છે, જ્યારે

આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ ગામની મહિલાઓને

યાદ કરી નારી શક્તિનુ ગૌરવ લેવા જેવુ છે. નવાનગર ગામ આમ તો માંડ ૬૦૦ની વસ્તી

ધરાવતુ ગામ છે. પરંતુ આ ગામ ખૂબ જ સમૃધ્ધ ગામ છે. આ ગામમાં મુખ્ય ખેતી સાથે

જોડાયેલા લોકો વસે છે.

નવાનગર ગામના સરપંચ મમતા પટેલે

જણાવ્યુ હતું કે, આ ગામમાં અમે ક્યારેય ચૂંટણી યોજી નથી. ઘર અને ગામના વિકાસમાં મહિલાઓ ખૂબ

જ રસ દાખવે છે. અમારૂ ગામ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલુ ગામ છે જેથી

અમારે સિંચાઇ માટે પાણીની જરૂરીયાત હોય છે. પાણીની જરૂરિયાત પુરી કરવા માટે અમે

ગ્રામજનોએ સ્વયંમ ગામનુ તળાવ ઉંડુ કરાવી સંપ બનાવી ડ્રિપ ઇરીગેશન થકી ખેતી કરી

રહ્યા છીએ. આ ગામમાં વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન અને પ્લાસ્ટીક મુક્ત ભારત

જેવા અભિયાનને અનુસરી સ્વચ્છ ગામ સુંદર ગામનું નિર્માણ કર્યું છે, ત્યારે ગામની પિયત મંડળીનું ઉદગાટન રાજ્યના

નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલના હસ્તે થયા પછી અનેક લોકો આ ગામની પીયત મંડળીની

મુકાલાતે આવે છે અને પાણીનો યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે શીખે

છે. ખરેખર આ ગામ મહિલાઓ દ્વારા આદર્શ ગામ બનાવાયુ છે. જે મહિલા શક્તિની સમજ અને

દુરદર્શીતાના દર્શન કરાવે છે.

Next Story
Share it