Connect Gujarat

સાબરકાંઠા : પ્રાંતિજમાં મહાશિવરાત્રી નિમિત્તે માર્કંડેશ્વર મહાદેવની નગરયાત્રા નિકળી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

સાબરકાંઠા : પ્રાંતિજમાં મહાશિવરાત્રી નિમિત્તે માર્કંડેશ્વર મહાદેવની નગરયાત્રા નિકળી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
X

મહાશિવરાત્રી પર્વને લઇને જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં આવેલ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવાં મળી હતી. હર હર મહાદેવ, ૐ નમ: શિવાયના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. તો શ્રી માલ્કેશ્વર મહાદેવ દાદાની દરવર્ષની જેમ આવર્ષે પણ દાદાની ધામધૂમથી નગરયાત્રા નિકળી હતી.

પ્રાંતિજ સહિત તાલુકામાં સવારથી જ શિવ મંદિરો શિવભક્તોથી ઉભરાયા હતા. શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શિવરાત્રીના દિવસે નગરયાત્રા

નિકળી હતી. શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરથી પ્રાંતિજ બજાર

વિસ્તારમાં આવેલ શ્રી હરીહરેશશ્વર મહાદેવ, શ્રી જબરેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિત શિવ મંદિરો સહિત શિવ ભક્તોના ઘરે ઘરે નગરયાત્રાની પધરામણી કરવામાં આવી હતી. તો શિવભકતો મહાદેવની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. ઉપરાંત સમગ્ર દિવસ દરમ્યાન શિવ મંદિરોમાં યજ્ઞો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

Next Story
Share it