Connect Gujarat

સાબરકાંઠા : પ્રાંતિજ નજીકથી 12 લાખ રૂપિયાના ચરસ સાથે યુવાન ઝડપાયો

સાબરકાંઠા : પ્રાંતિજ નજીકથી 12 લાખ રૂપિયાના ચરસ સાથે યુવાન ઝડપાયો
X

સાબરકાંઠાની પ્રાંતિજ પોલીસે નશાકારક ચરસનો મોટો જથ્થો ઝડપી પડ્યો છે.પ્રાંતીજથી હિંમતનગર જતા નેશનલ હાઇવે ઉપર પોલીસની ટીમ વોચમાં હતી. દરમ્યાન બાતમી હકીકતમાં જણાવેલ સુઝુકી કંપનીનુ એક્સેસ મોપેડ પ્રાંતીજ બાજુથી આવતાં હાથ બતાવી સાઇડમાં કરાવી ઉભુ રાખી તેના ચાલક પાસે રહેલા વાદળી કલરના થેલા સાથે નીચે ઉતારી તેનું નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ નવરંગભાઇ દુલીચંદ મામરાજ મિસ્ત્રી હાલ રહે. મકાન નંબર-૬૦ સેતુ બંગ્લોજ પીપલોદી ગામ સીમ તા. નારનોલ જી. મહેન્દ્રગઢ હરીયાણાનો હોવાનુ જણાવેલ જેથી તેની પાસે રહેલ વાદળી કલરના થેલાની તપાસ કરતા કુલ ૧૬ લંબચોરસ જેવા ચરસના પેકેટ મળી આવતાં જેનુ કુલ વજન કરતાં ૮ કિગ્રા ૧૨૫ ગ્રામ જેની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિ.ગ્રાની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- લેખે કુલ ચરસની કિંમત રૂ.૧૨,૧૮,૭૧૫/- ની ગણી તથા તેની પાસેથી મળી આવેલ સુઝુકી કંપનીનુ એક્સેસ મોપેડ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૨,૨૯,૭૧૫/- નો કબ્જે લઇ ઇસમ વિરૂધ્ધમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

સદરી ઇસમ ચરસનો

જથ્થોએ કયાંથી લાવેલ. અને કયાં લઇ જઇ કોને આપવાનો હતો. તે સંબંધે પ્રાથમીક પુછપરછ

કરતાં પોતાને દેવુ વધી જતાં દેવામાંથી નિકળવા માટે તેમજ રૂપીયા કમાવવા માટે આ

ચરસનો જથ્થો એક નેપાળી માણસ પાસેથી મંગાવેલાનુ જણાવે છેસદરી ઇસમ મુળ હરિયાણા

રાજ્યનો છે સદરી ઇસમ અગાઉ સલાલ ખાતે રહેતો હતો પરંતુ દેવુ વધી જતાં સલાલ ખાતેનુ

મકાન વેચી મારી હાલમાં હિંમતનગર ખાતે રહે છે.

Next Story
Share it