Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની લોક જાગૃતિ સાથે સાયકલ યાત્રી યુવાન પ્રાંતિજ આવી પહોચ્યો

સાબરકાંઠા : પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની લોક જાગૃતિ સાથે સાયકલ યાત્રી યુવાન પ્રાંતિજ આવી પહોચ્યો
X

પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાના અભિયાનની લોક જાગૃતિ અર્થે ગાંધીનગરનો એક યુવાન સાયકલ લઈને યાત્રાએ નિકળ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શેઠ પીએન્ડર આર હાઇસ્કુલ ખાતે યુવાને શાળાના બાળકોને પ્લાસ્ટિકથી થતા નુકશાન અંગેની જાણકારી આપી પ્લાસ્ટિક મુકત ભારત બનવવા બાળકોને અપીલ કરી હતી.

દેશ ભરમાં હાલ પદુષણ અને પ્લાસ્ટિકને લઇને કેન્સર સહિતના રોગો જેવી બિમારીઓમાં વધારો થયો છે અને પ્લાસ્ટિકને લઇને પશું, પંખી સહિત માનવજીવો ઉપર મોટી અસર જોવાં મળી રહી છે, ત્યારે ગાંધીનગરના રહેવાસી બ્રિજેશ શર્માએ ૧૭ તારીખથી પોતે સાયકલ લઇને પ્લાસ્ટિક મુકત ભારત બનાવવા માટે નીકળ્યા છે. ત્યારે શેઠ પીએન્ડર આર હાઇસ્કુલના વિધ્યાર્થી બાળકોને પ્લાસ્ટિકથી થતું નુકસાન વિશે વિસ્તૃત જાણકારી આપી પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાવવા સાથે સ્વચ્છતા જણાવવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ગીતા પટેલ, ભાજપ શહેર પ્રમુખ વિજય પટેલ, શાળાના આચાર્ય, મીઠા પટેલ, જીતુ રાવલ, જાની સાહેબ, કુશવ બ્રહ્મભટ્ટ સહિત શાળાનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story