Connect Gujarat

સામાન્ય બજેટમાં રેલવે બજેટના સમાવેશને મળી મંજૂરી

સામાન્ય બજેટમાં રેલવે બજેટના સમાવેશને મળી મંજૂરી
X

દેશમાં હવે રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં નહી આવે. કેન્દ્ર સરકારે આજે રેલવે બજેટને સામાન્ય બજેટમાં ભેળવી દેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

આજે વડાપ્રધાનના કાર્યાલય ખાતે મળેલી કેબિનેટમાં આ પ્રસ્તાવને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. તે સાથે જ હવે રેલવે બજેટના તમામ પ્રસ્તાવે સામાન્ય બજેટમાં રજૂ કરવામાં આવશે.

તેમ છતાં રેલવે એક સ્વાયત્ત એકમ તરીકે પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે. રેલવેના કામકાજમાં પણ સ્વાયત્તા યથાવત રહેશે. હાલની પરિસ્થિતી પ્રમાણે રેલવેના નાણાંકીય અધિકારો પણ યથાવત રહેશે.

રેલવે બજેટનું સામાન્ય બજેટમાં વિલીનીકરણ બાદ રેલવેએ સરકારને નફાનો ભાગ ચૂકવવાનો નહી રહે. નાણાં મંત્રાલય અન્ય મંત્રાલયોની જેમ જ રેલવેને ગ્રોસ બજેટરી સપોર્ટ પણ પુરો પાડશે.

Next Story
Share it