સાચા સિનેમાપ્રેમી દર્શકોએ રૂ. ૩૫૦ કરોડની ફિલ્મ ‘સાહો’ના પ્રિન્ટ અને મીડિયામાં આવેલા રિવ્યુના બદલે માથું દુખશે એમ માનીને માત્ર ૩૦ પૈસાની સેરિડોન ગજવામાં રાખીને જોજો. ખરેખર ! એકવાર તો જોવા જેવી ફિલ્મ છે. યાર! બાહુબલી હોય અને એ ધોતીને બદલે પેન્ટ, શર્ટ, ટાઈ, ગંજી અને એકવાર એ બાયશેપ્સ બતાવ્યા વગર રહે ખરો ! શ્રધ્ધા કપૂર એક નવા જ રોલમાં ઢીસૂમ, ઢીસૂમ સ્પાય ઓફિસરના રોલમાં જોવા મળશે.

રૂ. ૩૫૦ કરોડ એક ફિલ્મ બનાવવા કેવી રીતે ખર્ચાય એવા એકે એક સ્લોટ છે. ગીત એક પણ યાદ ન રહે, સ્ક્રીન પર જોવાની મઝા આવે.

સ્ટંટમેનને સલામ ! બેહદ સ્ટંટ છે. જોતા જોતા થાકી જશો એટલા સ્ટંટ છે.કાર, હેલિકોપ્ટર, મોટરબાઈક, બોટ જે આજની પેઢીને આકર્ષે છે. કલાકારોની વિગતવાર ઓળખાણ હવે વાંચો.

બાહુબલી ફેઈન પ્રભાસ, રોય ગ્રુપ ચીફ જેકી શ્રોફ, એક ટીમ અરૂણ વિજય અને મંદિરા બેદીની એની સામે મહેશ માંજરેકર, ટીનું આનંદ છે. ડેવીડ (મુરલી શર્મા) રોબરીને સોલ્વ કરવા મથે છે. રોબરીનો માસ્ટર માઈન્ડ નીતિન મુકેશ જે બધા જ ‘બ્લેક બોકસ’ની શોધમાં હોય છે. ફિલ્મની સીનેમેટોગ્રાફી લાજવાબ. ઓસ્ટ્રેલિયા, મુંબઈ, હૈદરાબાદ, દુબઈ, રોમાનીયા બાહુબાલીમાં પ્રભાસનો પ્રભાવ હતો તે અહીં થોડો નિરાશાજનક છે. ઇન્ટરવલ સુધી શું ચાલી રહ્યું છે એની દર્શકોને મથામણ રહે છે. મલ્ટીપ્લેક્સમાં સો, દોઢસોમાં ૩૫૦ કરોડના બજેટ ફિલ્મમાં પ્રોડ્યુસરને ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here