ભારતીય પોપ સિંગર મીકા સિંઘની દુબઈ પોલીસે ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયાનાં રિપોર્ટ પ્રમાણે મીકાએ 17 વર્ષની કોઈ બ્રાઝિલિયન છોકરી સાથે જાતીય દુર્વ્યવહાર કર્યો હતો. મીકાએ આ છોકરીને મોબાઈલ ફોન પર અશ્લીલ તસવીરો મોકલી આપી હતી. જેના પગલે તેની પોલીસે ધરપકડ કરી છે.

મીડિયાનાં અહેવાલ પ્રમાણે બ્રાઝિલની 17 વર્ષીય મોડેલે મિકા પર અશ્લીલ તસવીરો મોકલવાનો આરોપ લગાવ્યો હતો. મોડેલે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મિકાસિંઘ હંમેશાં વિવાદોમાં રહેવા માટે જાણીતો છે. તેણે વર્ષ 2015માં પણ દિલ્હીમાં એક ઈવેન્ટ દરમિયાન એક ડોક્ટરને થપ્પડ લગાવી દીધી હોવાનો હતો. જ્યારે 2006માં અભિનેત્રી રાખી સાવંતને તેણે જબરદસ્તી કિસ કરી દીધી હતી. જેને લઈને મોટો વિવાદ થયો હતો.

 

LEAVE A REPLY