Top
Connect Gujarat

સિદ્દી સૈયદ મસ્જિદની મુલાકાત દરમિયાન પીએમ મોદી બન્યા ગાઈડ

સિદ્દી સૈયદ મસ્જિદની મુલાકાત દરમિયાન પીએમ મોદી બન્યા ગાઈડ
X

અમદાવાદમાં 8 કિલો મીટરનાં ગાંધી આશ્રમ સુધીનાં ભવ્ય રોડ શો બાદ પીએમ મોદી અને શિંઝો આબેએ સિદ્દી સૈયદ મસ્જિદની મુલાકાત લીધી હતી.

અમદાવાદની જાણીતી આ મસ્જિદને સિદ્દી સૈયદની જાળીનાં નામે ઓળખવામાં આવે છે. ગુજરાત સલ્તનત દરમિયાન 1573માં આ મસ્જિદ બની હતી. જે પથ્થરો પર નક્કશી કામ માટે જાણીતી છે. ખાસ કરીને આ મસ્જિદમાં બનેલ 'જાલી પેડ' (ઝાડ) આખી દુનિયામાં જાણીતુ છે. મસ્જિદની ઈમારત પીળા પથ્થરોથી બની છે જે ઈંડો ઈસ્લામિક વાસ્તુકલા પર આધારિત છે.

પીએમ મોદી પહેલીવાર દેશની કોઈ મસ્જિદમાં જવાની સાથે તેઓ શિંઝો આબે સાથે સિદ્દી સૈયદ મસ્જિદમાં ગાઈડની ભૂમિકા પણ ભજવી હતી.

આ ઉપરાંત પહેલા પીએમ મોદી અને શિંઝો આબેએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.અને શિંઝો આબેએ ગાંધી આશ્રમમાં વિઝીટર બુકમાં શુભેચ્છા સંદેશ પણ લખ્યો હતો.

જ્યારે પીએમ મોદીએ શિંઝો આબેને સાબરમતી રિવરફ્રન્ટની શેર પણ કરાવી હતી.

Next Story
Share it