Top
Connect Gujarat

સીએમ રૂપાણી બનાસકાંઠા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

સીએમ રૂપાણી બનાસકાંઠા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
X

બનાસકાંઠા જિલ્લામાં કુદરતી થપાટે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યભર માંથી જરૂરી રાહત સામગ્રીઓ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહી છે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પાંચ દિવસ સુધી અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારમાં રોકાણ કરીને રાહત કામગીરીને વધુ વેગવંતી કરવા માટેનું તંત્રને માર્ગદર્શન આપશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠાના પૂર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે. અને તેઓએ અતિવૃષ્ટિ ગ્રસ્ત લોકોને મળ્યા હતા, અને પરિસ્થિતિનો ચિત્તાર મેળવ્યો હતો.

સીએમ રૂપાણી પાંચ દિવસ સુધી બનાસકાંઠા અને પાટણમાં જ રોકાણ કરશે. અને રાહત બચાવ કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે તંત્રને પણ માર્ગ દર્શન આપશે. આ ઉપરાંત સીએમ રૂપાણી ઉચ્ચ અધિકારીઓ ,સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે પણ ભયાનક પૂર થી વિનાશને વરેલા અસરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી સહિતની જરૂરી તમામ મદદ મળી રહે તે માટે પણ બેઠક કરીને જરૂરી સૂચન કરશે.

Next Story
Share it