Connect Gujarat
ગુજરાત

સુપર સિક્સ માટે રાજપીપલાના વિશાલ પાઠકની પસંદગીથી ખુશહાલી

સુપર સિક્સ માટે રાજપીપલાના વિશાલ પાઠકની પસંદગીથી ખુશહાલી
X

સિક્સ આ સાઈડ ક્રિકેટ નો ક્રેઝ દુનિયા માં હવે ધીરે ધીરે વધી રહ્યો છે. ભારતની પ્રખ્યાત ટિમ ગત વર્ષે પણ મલેશિયા માં સુપર સિક્સ રમી હતી. એ વર્ષે રિચિ શુકલા કૅપ્ટન તરીકે યથાવત રહેશે.

આગામી 24 જુલાઈ થી 29 જુલાઇ 2019 દરમિયાન વેલીયન્ટ ક્રિકેટ ટિમ એક્ટિવ ક્રિકેટ ટિમ સામે 3 સુપર સિક્સ ઓવર ની સિરીઝ રમશે. ગયા વર્ષે મૂળ પાકિસ્તાનના ક્રિકેટર નઝીરને વિપુલ નારીગરાએ પહેલી ઓવરના બીજા જ બોલ પર બોલ્ડ કર્યો હતો. જે આખી સિરીઝ ની એક મહત્વની મોમેન્ટ હતી. આ વર્ષે વેલીયન્ટ સુપર સિક્સ ટિમ માં ભોપાલના રિચિ શુક્લા કૅપ્ટન, રાજુલા ના વિપુલ નારીગરા વાઇસ કેપ્ટન અને નર્મદાના વિશાલ પાઠકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ વખતે સુરતના ઉભરતા ફોટોગ્રાફર ધ્રુવ પાંડવ પણ ઓફિશિયલ ફોટોગ્રાફર તરીકે જશે.

સુપર સિક્સ ચેલેન્જ 2019 મલેશિયા માટે વેલીયન્ટ ક્રિકેટ ટિમ આ પ્રમાણે છે :

  1. રિચિ શુકલા
  2. નીતિન ચૌધરી
  3. ભાસ્કર કુમાર
  4. વિપુલ નારીગરા ( વાઇસ કૅપ્ટન)
  5. પિયુષ રાજ સેક્સેના
  6. શિવમ યાદવ
  7. અતુલ ત્યાગી

જયારે સ્ટેન્ડ બાય પ્લેયર :

  1. વિશાલ પાઠક (નર્મદા)
  2. સહદેવસિંહ સોલંકી(નર્મદા)
  3. મુકેશ સૈની

Next Story
Share it