સુરતઃ ખુલ્લા પ્લોટમાં રાખેલા વેસ્ટ કાપડના જથ્થામાં આગ લાગતા મચી દોડધામ

New Update
સુરતઃ ખુલ્લા પ્લોટમાં રાખેલા વેસ્ટ કાપડના જથ્થામાં આગ લાગતા મચી દોડધામ

ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા

સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલા આંજણા ફાર્મ નજીક ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે આકાશમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. ઘટનાના પગલે ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ ટ્રક પણ આગની ઝપેટમાં આવી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.

મળતી માહિતી અનુસાર લિંબાયર વિસ્તામાં આવેલા આંજાણા ફાર્મ નજીક ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. પ્લોચમાં વેસ્ટ કાપડનો જથ્થો મોટી સંખ્યામાં હોવાનું જણાયું હતું. વેસ્ટ કાપડના જથ્થામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. આગના કારણે પ્લોટમાં રહેલ વેસ્ટ કાપનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આગ લાગવાથી કાળા ધૂમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતાં. બનાવના પગલે ખુલ્લા પ્લોટમાં રાખેલ ટ્રક પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.

Latest Stories