Connect Gujarat
ગુજરાત

સુરતઃ ઢોર પાર્ટી અને સ્થાનિક લોકો આમને-સામને, થયો પથ્થરમારો

સુરતઃ ઢોર પાર્ટી અને સ્થાનિક લોકો આમને-સામને, થયો પથ્થરમારો
X

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, SRPFનાં જવાનોએ લોકોને ઘરમાંથી કાઢીને ફટકાર્યા

સુરતનાં વરાછા વિસ્તારમાં ગત રાત્રિનાં સમયે પાલિકાની ઢોર પાર્ટીની ટીમ ઢોર પકડવા નીકળી હતા. સાથે એસઆરપી જવાનો પણ આ ઢોર પાર્ટી સાથે સુરક્ષા અર્થે સામેલ હતા. દરમિયાન ઢોર પકડવાની પ્રક્રિયા સમયે રસ્તાઓ ઉપર આડેધડ પશુઓ ભાગવા લાગતાં અફરા તફરી મચી હતી. જેના પગલે સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા. લોકોએ ઢોર પાર્ટી અને એસઆરપી જવાનો ઉપર પથ્થરમારો કરતાં મામલો બિચક્યો હતો.

વરાછા વિસ્તારમાં ઢોરોનાં ત્રાસથી લોકો કંટાળ્યા હતા. જેની અવાર નવાર ફરિયાદો આવતાં આખરે શુક્રવારે રાત્રે પાલિકાની ઢોરપાર્ટી રસ્તા ઉપર રખડતા ઢોરને પકડવા માટે આવી હતી. તેમની સાથે એસઆરપીનાં જવાનો પણ સામેલ હતા. જોકે ઢોર પકડવા જતાં રસ્તાઓ ઉપર રાત્રિના સમયે ઢોર આડેધડ દોડવા લાગતાં લોકોમાં ભય ફેલાયો હતો. માર્ગો ઉપર આમ તેમ દોડી રહેલા ઢોરોને પગલે લોકો ગુસ્સે ભરાયા હતા. અને બાદમાં ઢોર પાર્ટીનો લોકોએ નિશાન બનાવી હતી. ઉશ્કેરાલેયાલ લોકોએ પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં કેટલાંક લોકોને ઈજા પણ પહોંચી હતી. લોકોનો એવો પણ આક્ષેપ છે કે, પથ્થરમારો થતાં બાદમાં એસઆરપીનાં જવાનોએ લોકોને ઘરમાંથી બહાર કાઢીને ફટકાર્યા હતા.

Next Story
Share it