Connect Gujarat
ગુજરાત

સુરતઃ તલાક નહીં આપતાં પતિ ઉપર પત્નીએ કર્યો એસિડ એટેક, પતિ સારવાર હેઠળ

સુરતઃ તલાક નહીં આપતાં પતિ ઉપર પત્નીએ કર્યો એસિડ એટેક, પતિ સારવાર હેઠળ
X

સુરતનાં ભેસ્તાન વિસ્તારમાં આવેલા પાલિકાનાં આવાસમાં રહેતા મોહમદ હનીફ ઉસમુદ્દીન મોસીન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની સમીમબી અને ત્રણ સંતાનો સાથે રહે છે. દરમિયાન છેલ્લા ઘણા સમયથી હનીફ અને તેની પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. જેથી સમીમબીએ પતિ પાસે તલ્લાક માંગતી હતી. તો સામા પક્ષે હનીફે તલાક આપવાની ના પાડી હતી.

ગુરુવારે સમીમબીની બહેનના ઘરનો ગેસનો બાટલો હનીફ આપવા માટે ગયો હતો. ત્યારે પણ ઝઘડો થતાં સમીમબીએ હનીફના મોઢાનાં ભાગે એસિડ ફેક્યું હતું. જેના કારણે હનીફ મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પત્નિ દ્વારા પતિ ઉપર એસિડ એટેકની ઘટના બનતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. સાથે જ સમીમબી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story