Top
Connect Gujarat

સુરત : ધોરણ ૯માં સુમન માધ્યમિક શાળામાં એડમિશન ન મળતા DEO કચેરી બહાર હોબાળો

સુરત : ધોરણ ૯માં સુમન માધ્યમિક શાળામાં એડમિશન ન મળતા DEO કચેરી બહાર હોબાળો
X

સુરતના પાંડસેરા-બમરોલી વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળામાં ધોરણ ૮માં પાસ થયેલા ૨૫ જેટલા વિદ્યાર્થીઓને ધોરણ ૯માં પ્રવેશ આપવામાં આવ્યો નથી. જેથી સવારથી સુરતની ડીઈઓ કચેરી ખાતે વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ વિરોધ સાથે ધરણા કરી શાળામાં પ્રવેશ મળે તેવી માંગ કરી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળામાં ધો. ૮માં પાસ થયેલી વિદ્યાર્થીનઓને ધો. ૯માં પ્રવેશ ન આપવામાં આવતા સુરતની ડી.ઈ.ઓ. કચેરી જઈ હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું હતું કે, પાંડસેરા-બમરોલી વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળામાં ધોરણ ૮માં પાસ થયેલ ૨૫ જેટલા વિદ્યાર્થીઓને ધોરણ ૯માં પ્રવેશ આપવામાં આવ્યો નથી.

જેથી સવારથી ડી.ઈ.ઓ. કચેરી ખાતે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો અને સુમન માધ્યમિક શાળામાં પ્રવેશ મળે તેવી માંગ કરી હતી. તો બીજી તરફ આ ઘટનાને લઈને ડી.ઈ.ઓ.એ જણાવ્યું હતું કે, અમારા અધિકારીઓ સ્પોટ પર જશે અને આજુબાજુની શાળામાં ચકાસણી કરીને વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે પ્રવેશ આપવામાં આવશે. વહીવટી અધિકારીઓ સાથે ચર્ચા કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Next Story
Share it