Connect Gujarat
ગુજરાત

સુરતના વરાછા વિસ્તારમાં પ્રિન્ટીંગ પ્રેસની દુકાનમાં લાગી આગ 

સુરતના વરાછા વિસ્તારમાં પ્રિન્ટીંગ પ્રેસની દુકાનમાં લાગી આગ 
X

સુરત વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમ નગર સાવન એપાર્ટમેન્ટ ની શોપ નં ૧૦૪ કિશોરભાઈ રુહાડે પટેલ પ્રિન્ટીંગ પ્રેસની દુકાન ધરાવે છે આજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં એમની દુકાનમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.

આગની જાણકારી મળતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો, જાણકારી મળી હતી કે આગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હતી, જેમાં દુકાનમાં રાખેલ પ્રિન્ટ મશીન,કોમ્પ્યુટર,સહિત છપાઈ ના ચોપડા બળી જવાથી ભારે નુકસાન થયું હતું

Next Story
Share it