સુરત:પોતે ભગવાન હોવાનું કહી ને નિ:સંતાન પણુ દૂર કરવાની બાંહેધારી આપતી મહિલાના પાખંડનો થયો પર્દાફાશ

1044

19 વર્ષ અગાઉ પતિના અવસાન બાદ સાત વર્ષથી સુરતમાં પાખંડ ચલાવતી હતી.પોતે ભગવાન હોવાનું કહીને ની સંતાન પણુ દૂર કરવાની બાંહેધારી આપતી હતી. આખરે સત્યશોધક સંસ્થાના સભ્યોએ  આ મહિલાના પાખંડનો પર્દાફાશ કર્યો હતો.

પોતાને બજરંગદાસ બાપાનો અવતાર કહેતી અને લોકોના દુઃખો દૂર કરવાની સાથે સાથે નિઃસંતાનોને દીકરા આપવાની વાતો કરી ભરમાવતી મહિલાના પાખંડનો પર્દાફાશ સત્યશોધક સંસ્થાએ કર્યો હતો. મહિલાએ ફરી આ પ્રકારે કોઈને નહીં ભરમાવે તેવી ખાતરી આપતું લખાણ આપ્યું હતું.

સુરતના શ્યામધામ મંદિર પાસે આવેલી વૃંદાવન સોસાયટીમાં મુક્તાબેન ઉર્ફે ગંગાબા પોતે સાક્ષાત બજરંગદાસ બાપા હોવાનું જણાવીને લોકોના દુઃખ દર્દ કરતાં હોવાનો દાવો કરતાં હતાં. મોટા વરાછામાં રહેતા મુક્તાબેને સત્યશોધક સંસ્થાને જણાવ્યું હતું કે, તેના પતિનું મોત 19 વર્ષ અગાઉ થયું હતું. બે સંતાનોમાં એક દીકરો અને દીકરી હતાં. પરંતુ બીજું ઘર નહોતું કર્યું આવકનો સ્ત્રોત ઉભો કરવા માટે સાતેક વર્ષ અગાઉ મુક્તાબેને આ રીત અપનાવી હતી. ધીમે ધીમે લોકોનો ધસારો વધ્યો હતો જેથી આખરે મહિલાનો પાંખડ નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને જાહેર માફી માંગી ને  મહિલાએ આખરે કબુલી લીધું હતું કે તે પાખંડ કરે છે અને ફરી ક્યારે આ પ્રકારનું નહી કરે તેવું લેખિતમાં આપ્યું હતું.

 

LEAVE A REPLY