Connect Gujarat
ગુજરાત

સુરત:મગદલ્લા રોડ પર એક સાથે ત્રણ દુકાનમાં રૂપિયા ૪,૨૬૦૦૦ હજારની ચોરી

સુરત:મગદલ્લા રોડ પર એક સાથે ત્રણ દુકાનમાં રૂપિયા ૪,૨૬૦૦૦ હજારની ચોરી
X

સુરત સોશીયો સર્કલ મગદલ્લા રોડ ન્યુ આશીર્વાદ સ્ક્વેરમાં એક સાથે ત્રણ દુકાનના શટર તોડી રૂપિયા ૪,૨૬૦૦૦હજારની ચોરી કરી ચોર ઈસમો ફરાર થયા હતા.

સુરત ઉધના-મગદલ્લા રોડ સોશિયો સર્કલ પાસે ન્યુ આશીર્વાદ સ્ક્વેર માં ટેક્સટાઇલ મશીનરી ની દુકાન ધરાવતા કશિવપ્રકાશ અંજનીકુમાર શર્માની દુકાનમાંથી અજાણ્યા ચોર ઇસમો દુકાનનું શટર તોડી ડ્રોવર માં રાખેલ ૪,૧૪૦૦૦રોકડની ચોરી ની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.જયારે અન્ય બે દુકાન માંથી ૧૨૦૦૦ હજાર રોકડ મળી કુલ ૪,૨૬૦૦૦ હજાર રોકડ રકમની ચોરીની ઘટનાને અંજામ આપી ચોરો ફરાર થઈ ગયા છે.

ચોરીની ઘટના દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ ચાર ઇસમો રાત્રીના બે વાગ્યાના અરસામાં દુકાન પાસે આવી રેકી કરીને ઊંઘવાના ઢોંગ કરી દુકાનનું શટર તોડીને તેમાં પ્રવેશ કરી ડ્રોવરમાં રાખેલ રૂપિયા ૪.૧૪૦૦૦ રોકડ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. તથા બાજુમાં આવેલ અન્ય બે દુકાનમાં પ્રવેશ કરી એક દુકાન માંથી ૧૨૦૦૦ રોકડા રૂપિયા મળી કુલ ૪,૨૬૦૦૦ હજારની ચોરીની ઘટનાએ ચોર ઈસમો અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આ મામલે દુકાન માલિકે ખટોદરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી દુકાન માલિકની ચોરી થયાની ફરિયાદ લઇ આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે.

Next Story